મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વર્તમાન હોદેદારોની ટર્મ પૂરી થતાં નવા હોદેદારોની વરણી કરવા માટે મિટિંગ રાખવામા આવી હતી. અને તેમાં કારોબારીની સહમતીથી નવા હોદેદારોની વરણી કરવામાં આવી છે જેમાં સમસ્ત બ્રહ્મસમાજ મોરબીના પ્રમુખ તરીકે યુવા શિક્ષણવીદ કિશોરભાઈ આર. શુક્લ તથા મહામંત્રી પદે યુવા એન્જિનિયર કેયુરભાઈ એન. પંડ્યાની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે. ત્યારે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા નવનિયુક્ત પ્રમુખ તથા મહામંત્રીને હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.