(અહેવાલ : ભવિષ જોષી – હળવદ)
હળવઃ હાલ વિશ્વ આખામાં જ્યારે કોરોના મહામારી ચાલી રહી છે. અને આ મહામારી બંધ થવાનું નામ નથી લેતી અને જ્યાં જુઓ ત્યાં કોરોનાનું તાંડવ જોવા મળી રહ્યું છે. ત્યારે આ મહામારી એ ઘણા લોકોનો ભોગ લીધો છે. તો આ મહામારીને નાબુદ કરવા ભારત સરકાર દ્વારા રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
ત્યારે પ્રથમ તબ્બકામાં જ્યારે સરકારી કર્મચારીઓ સફાઈ કર્મચારીઓ શિક્ષકો ને રસી અપાઈ ત્યાર બાદ ૪૫ વર્ષ ઉપરના અને સિનિયર સિટીઝનને રસી આપવાનું અભિયાન શરૂ કર્યું ત્યારે આજથી ભારત સરકાર દ્વારા કોરોના મહામારી ને ધ્યાનમાં રાખી ને ૧૮ થી ૪૪ વર્ષ ના લોકો માટે આજે વેક્સીનેશન નો પ્રારંભ કરાયો છે. ત્યારે આજ રોજ હળવદ સામુહિક આરોગ્ય કેન્દ્ર (એસ ડી એચ) ખાતે રજીસ્ટ્રેશન દ્વારા ૧૮ થી ૪૪ વર્ષ ની વય ના લોકો માટે રશિકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. લોકોમાં રશિકરણ ને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રસીકરણ માટે યુવાનોની લાંબી લાઈનો હળવદ સરકારી દવાખાને જોવા મળી રહી છે. અને રસીકરણ અભિયાનને સફડ બનાવવા તંત્ર દ્વારા પણ પુરા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.
