રોજગારવાંચ્છુ ઉમેદવારોને જાહેર ક્ષેત્રે નોકરી મેળવવા અંગેની માહિતી, ખાનગી ક્ષેત્રે યોજાતા ઔદ્યોગિક ભરતી મેળા, વિવિધ શૈક્ષણિક સવલતો, સંરક્ષણ દળોમાં જોડાવા માટેની માહિતી, સ્વરોજગારી માટે લોન/સહાય યોજના સહિતની માહિતી મેળવવા માટે સેવા સેતુ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે.
રોજગારવાંચ્છુઓ ૬૩૫૭૩૯૦૩૯૦ હેલ્પલાઇન નંબર પર ફોન કરીને રોજગાર વિનિમય કચેરી ખાતેથી મળતી વિવિધ સેવાઓની માહિતી ઉપરાંત કારકિર્દીલક્ષી માહિતી ઉમેદવારોને તેમનાં જિલ્લાની રોજગાર વિનિમય કચેરી દ્વારા મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. વિવિધ પ્રકારની રોજગારલક્ષી માહિતી મેળવવા માટે હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.