Wednesday, April 23, 2025

ટંકારા પોલીસ મથકના ગુનામાં સાત માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાની સુચના અને ડીવાયએસપી રાધીકા ભારાઇ સાહેબ તથા સર્કલ પોલીસ ઈન્સપેકટર એચ.એન.રાઠોડના માર્ગદર્શન હેઠળ હાલ નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે સ્પેશીયલ ડ્રાઈવનું આયોજન થયેલ હોય જે અનુસંધાને ટંકારા પોલીસ સ્ટેશનનાં ગુનામાં છેલ્લા સાતેક માસથી નાસતો ફરતો આરોપી વાલજીભાઈ ધનજીભાઈ મકવાણા લતીપર ચોકડી પાસેથી પસાર થઈ નીકળવાનો હોય તેમ ચોક્ક્સ બાતમી આધારે ઉપરોકત જગ્યાએ તપાસ કરતા નાસતો ફરતો આરોપી વાલજીભાઇ ધનાભાઇ મકવાણા (ઉ.વ.૫૦, રહે. રહે.પાળીયાદ ચામુંડા નગર પશુ દવાખાના પાછળ તા.જી.બોટાદ) વાળાને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉપરોકત કામગીરીમાં પીએસઆઈ એસ.એમ.રાણા તથા સર્વલન્સ સ્કવોડના પોલીસ હેડ કોન્સટેબલ એન.જે.નીમાવત, વિજયભાઇ નાગજીભાઇ બાર તથા આર્મ્ડ એ.એસ.આઇ કિશોરદાન ગંભીરદાન ગઢવી સહિકનો પોલીસ સ્ટાફ રોકાયેલો હતો.

Related Articles

Total Website visit

1,502,217

TRENDING NOW