(અહેવાલ: ભવિષ જોષી હળવદ)
હળવદ જાનીફળી વિસ્તારમાં આવેલ હળવદ કોર્ટ ના સિનિયર ક્લાર્ક યોગેશસિંહ ચૌહાણ ભાડાના મકાનમાં રહે છે. ત્યારે તેઓનો પરિવાર કોરોના સંક્રમિત થતાં તેઓ પરિવાર સાથે પોતાના વતન ગયા હતા. ત્યારબાદ તેઓ સ્વસ્થ થતાં તેઓ પોતાના ઘરે આજ રોજ પરત ફરેલ ત્યારે તેઓના ઘરના દરવાજા તૂટેલા જણાતા તેઓને શંકા ગઈ અને પાડોશી લોકોને જાણ કરી હતી.
ત્યારબાદ હળવદ પોલીસ સ્ટેશનમાં તેઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. હાલમાં સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ 12 તોલા સોનાની ચોરી થય હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે હાલ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે હાલ જનીફળી વિસ્તારના ચોરીથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
