Tuesday, April 22, 2025

મોરબી એસટીમાં ફરજ બજાવતા મહિપતગીરી ગોસાઇને નિવૃત્તિ વેળાએ માનપૂર્વક વિદાય અપાઈ

Advertisement
Advertisement
Advertisement

( જનક રાજા દ્વારા) મોરબી : મોરબી એસટીમાં ડ્રાઈવર તરીકે ફરજ નિભાવતા મહિપતપુરી એસ ગોસાઈ તા.31/05/2021 ના રોજ વય મર્યાદા ને કારણે નિવૃત થતાં તેમની નિવૃત્તિ વેળાએ માનપૂર્વક વિદાય અપાઈ હતી. મહિપતપુરી એસ ગોસાઈએ ઈમાનદારીપૂર્વક એસટીમાં ફરજ નિભાવી હતી.

તેઓ તા.01-08-1992 થી મોરબી ડેપોના વિવિધ રૂટો પર ફરજ બજાવી છે. ગતરોજ વય નિવૃત્ત થયા હતા. ત્યારે વિદાય વેળાના કાર્યક્રમમાં મોરબી ડેપો મેનેજર શ્રી શામળા ,કર્મચારી મહામંડળના કાર્યકારી પ્રમુખ જયુભા ડી જાડેજા, બી એમ એસ પ્રમુખ ડી એન ઝાલા, ટી આઇ ડી એન મથર (બકા મારાજ), વાકાનેર ડેપોના ટી આઇ ભરતસિંહ જાડેજા તથા મોરબી ડેપો ના કર્મચારી મંડળ ના પ્રતિનિધિઓ,તેમજ મોરબી ડેપો ના કર્મચારી મિત્રો ઉપસ્થિત રહેલ રહા હતા. અને કર્મચારીઓ, સગા-સબંધીઓએ નિવૃત્તિ વેળાએ મહિપતગીરીને દીર્ધાયુ અને સુખ-શાંતિમય જીવનની શુભેચ્છા પાઠવી છે.

Related Articles

Total Website visit

1,502,185

TRENDING NOW