વાંકાનેર તાલુકા રાતાવીરડા ગામેથી બાલાજી મેડીસન નામનુ દવાખાનુ ચલાવતા બોગસ ડોકટરને વાંકાનેર તાલુકા પોલીસ ટીમે પકડી પાડ્યો છે.
વાંકાનરે તાલુકા રાતાવીરડાગામે બાલાજી મેડીસીન નામના દવાખાનુ કોઇપણ જાતની ડીગ્રી વગર આરોપી કનૈયાકુમાર મોતીશાહ ગુપ્તા (ઉવ.ર૬ ધંધો મેડીકલ પ્રેકટીસ રહે. મુળ ગામ નરકટીયા ગંજ વિસ્તાર માધવપુર બેરીયા ગામ, તા.ગૌનાહા થાના ગૌનાહા જી.પશ્ચિમ ચંપારાણ રાજય બિહાર હાલ રહે.રાતાવિરડા તા.વાંકાનેર જી.મોરબી) ચલાવી બીમાર દર્દીઓની સારવાર કરતા તેમજ વિલાયતી (એલોપેથીક) દવાનો જથ્થો રાખી કુલ કી રૂ.૩૧.૬૨૪ ના મુદામાલ સાથે વાંકાનેર પોલીસ ટીમે પકડી પાડ્યો હતો. ઇસમ વીરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ છે.
આ કામગીરીમાં વાંકાનેર તાલુકા પોલીસ સબ ઇન્સ. આર.પી.જાડેજા તથા પો.હેડકોન્સ. મયુરધ્વજસિંહ જાડેજા તથા પો.હેડ.કોન્સ જુવાનસિંહ ઝાલા તથા પો.કોન્સ હરીચંદ્રસીંહ ઝાલા તથા પો.કોન્સ મુકેશભાઇ જીલરીયા તથા પો.કોન્સ.જગદીશભાઇ ગાબુ તથા પો.કોન્સ અજયસીંહ ઝાલા તથા સંજયસિંહ જાડેજાનાઓ રોકાયેલ હતા.
