મોરબી જિલ્લાના મ્યુકર માઈકોસીસના કેસ વધી રહ્યા છે. ત્યારે દર્દી માટે જરૂરી એવા ઈન્જેકશન મળી રહ્યા નથી જેથી કરીને દર્દી અને તેના પરિવારજનોને હેરાન થવુ પડે છે. જેથી મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરા અને ઉપપ્રમુખ જાનકીબેન કૈલા દ્વારા નાયબ મુખ્યમંત્રી અને રાજ્યના આરોગ્ય મંત્રીને લેખિતમાં રજૂઆત કરીને મોરબી તેમજ રાજકોટમાં સારવાર લેતા મોરબી જિલ્લાના મ્યુકર માઈકોસીસના દર્દી માટે ઈન્જકશન સરળતાથી અને સિવિલમાં વિના મમૂલ્યે મળે તેના માટેની વ્યવસ્થા કરવા માટેની માંગ કરવામાં આવી છે.
લેખિતમાં રજૂઆતમાં તેમણે જણાવ્યું છે કે, મોરબી જીલ્લામાં મ્યુકર માઈકોસીસના દર્દીઓ છે. જેની મોરબી પ્રાઈવેટ હોસ્પીટલો અને રાજકોટ પ્રાઈવેટ તેમજ સીવીલ હોસ્પીટલમાં સારવાર ચાલુ છે તેને સારવાર માટે જરૂરી ઈન્જકશનો મોરબી કે રાજકોટમાં મળતા નથી અને આવા પેશન્ટોની ઘણાની આર્થીક પરિસ્થિતિ નબળી હોય અને આ રોગની ટ્રીટમેન્ટ બહુ જ મોંઘી હોય છે. માટે જેની આર્થીક પરિસ્થિતિ નબળી હોય તેને સીવીલ હોસ્પીટલ દ્વારા મફત ઈન્જકશનો આપવા જોઈએ અને દરેક પેશન્ટો માટે ઝડપથી ઈન્જકશનો મળી જાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી છે.