મોરબી: ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓમાં તાઉતે વાવાઝોડાના કારણે નુકશાન થયું છે. અને ઘણા લોકો મકાન વિહોણા બની ગયા છે. જેથી પુનર્વસનની કામગીરી માટે મોરબીના નળીયાની માંગનો વધારો થયો છે. ત્યારે મોરબી કલેક્ટર કચેરીમાં નળિયા ઉદ્યોગના એસોસિએશનના હોદ્દેદારો સાથે અધિક કલેક્ટર દ્વારા મિટિંગ યોજવામાં આવી હતી.
ઉના, ગીર-સોમનાથ, ભાવનગર, મહુવા, રાજુલા સહિતના વિસ્તારોમાં તાઉતે વાવાઝોડાએ તબાહી મચાવી છે. ત્યારે તાઉતે વાવાઝોડનાં કારણે અસરગ્રસ્ત જિલ્લામાં થયેલ નુકશાનીના સંદર્ભે આજે તા.21 નાં રોજ નળિયા ઉધોગનાં એસોશિએશનનાં હોદેદારો સાથે અધિક કલેકટર કેતન જોષી દ્વારા બેઠક યોજવામાં આવી જેમાં અસરગ્રસ્ત જિલ્લાઓમાં વ્યાજબી ભાવથી નળિયા પુરા પાડવા, જરુરિયાત મુજબનું દૈનિક ઉત્પાદન કરવા, સ્વૈચ્છિક સંસ્થાઓને રાહત દરે આપવાનું નિશ્ચિત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમરેલીનાં કલેકટરનાં પરામર્શમાં રહી સમયાંતરે નળિયા પુરા પાડવાની બાહેધરી આપવામાં આવી છે.