મોરબીના લીલાપર રોડ ઉપર જાહેરમાં નોટનંબરીનો જુગાર રમતા બે ઈસમોને રોકડ રકમ રૂ.2190 સાથે એ ડીવીઝન પોલીસ ટીમે ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમ્યાન મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ મહાદેવ નળીયાના કારખાના સામે રોડ ઉપર જાહેરમાં ચલણી નોટ વડે નોટનંબરીનો નશીબ આધારીત પૈસાની હારજીતનો જુગાર રમતા આરોપીઓ નાથાભાઈ રત્નાભાઈ ચીહલા (રહે.લીલાપર રોડ મહાદેવ નળીયાના કારખાનામાં મોરબી) અને કેતનભાઈ ગોપાલભાઈ ભડાણીયા (રહે.લીલાપર રોડ ગોપાલ કારખાનામાં મોરબી)ને રોકડ રકમ રૂ.2190 સાથે ઝડપી લીધા હતા. મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં બન્ને આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.