કોરોના સંક્રમણને કારણે રાજ્યભરમાં રાત્રિ કફર્યુ તથા મિનિ લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકડાઉનમાં થોડી રાહત આપતો નિર્ણય જાહેર કર્યો છે.
જેમાં રાજ્યમાં આવતીકાલથી આંશિક લોકડાઉન 27 મે સુધી અમલી રહેશે. જેને પગલે લારી ગલ્લા ધારકો વેપારીઓ સવારના 9 થી બપોરના 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકશે. તે દરમિયાન Covid-19 સંબંધિત માર્ગદર્શન સૂચનાઓનું પણ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તેમજ મોરબી સહિત 36 શહેરોમાં રાત્રિ કફર્યુ યથાવત રાખવાનો નિર્ણય લીધો છે.