મોરબીને મેડિકલ કોલેજ મળે તે માટે વખતો વખત ગુજરાત સરકાર તેમજ વિધાનસભામાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રજૂઆતો કરેલી હતી. તે અંતર્ગત મોરબીન મેડિકલ કોલેજની મંજૂરી મળેલી તે અન્વયે સતત ફોલોઅપ કરીને ૫૦ વીધા જેટલી જમીન મેડિકલ કોલેજ માટે ગુજરાત સરકારે ફાળવી પણ દીધેલ છે. તે બદલ ગુજરાત સરકારનો ધારાસભ્યએ આભાર પણ માનેલ દરમિયાન મોરબીમાં કોરોનાની મહામારી ખુબજ વ્યાપક બનેલી પરિણામે દર્દીઓને મેડિકલ કોલેજના અભાવે જરૂરી સારવાર મોરબીમાં મળવામાં જે મુશ્કેલી સર્જાઇ હતી.
તે નિવારવા ધારાસભ્યએ ગુજરાત સરકારમાં ફરી રજૂઆત કરી આરોગ્ય વિભાગ સાથે સતત સંપર્ક કરીને આગામી સત્રથી જ મેડિકલ કોલેજ મોરબીમાં ચાલુ થાય તેવી લાગણી વ્યક્ત કરેલ તે અંતર્ગત આજે મોરબીમાં મેડિકલ કોલેજ બનતી ત્વરાએ ચાલુ કરવા આરોગ્ય વિભાગની ટીમે મોરબીની મુલાકાત લીધી હતી. નવી મેડિકલ કોલેજની ઇમારત બાંધવામાં સમય લાગે તેમ હોય હાલ તુરંત ઇનટ્રીમ વ્યવસ્થા તરીકે મોરબીની ગીબ્સન મિડલ સ્કૂલ કે એલ.ઇ. કોલેજમાં કામ ચલાઉ વ્યવસ્થાના ભાગરૂપે મેડિકલ કોલેજ કાર્યાવિન્ન થાય તે માટે આ ટીમે બંને સ્થળોની મુલાકાત વીધી હતી. જેમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજા પણ ઉપસ્થિત રહ્યા હતા.
મેડિકલ કોલેજના મકાન ઉપરાંત વિધ્યાર્થીઓ માટે હોસ્ટેલની જરૂરિયાત સબબ પણ ચર્ચા કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગની ટીમના વડા ડૉ. અનિલ સિંઘ સમક્ષ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબી એલ.ઈ. કોલેજની હોસ્ટેલની સુવિધા બાબતે ચર્ચા કરી માંમ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર, કોલેજના સત્તાવાળા તેમજ જિલ્લા વિકાસ અધિકારી, અધિક નિવાસી કલેક્ટર, જનરલ હોસ્પિટલના સબંધિત તબીબશ્રીઓ તેમજ આરોગ્ય વિભાગના પ્રોજેકટ ઇમ્પ્લિમેશન યુનિટના અધિકારી સાથે પણ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ તલસ્પર્શી ચર્ચા કરી વિના વિલંબે આગામી સત્રથી મોરબીમાં જાન્યુઆરી કે માર્ચમાં ૧૦૦ મેડિકલ સ્ટુડન્ટને અભ્યાસની તક મળી રહે તેવું આયોજન કરી તેના તાકીદે અમલ માટે આ ટીમને કાર્યરત રહેવા જણાવ્યુ હતું.
આમ ધારાસભ્ય બ્રિજેશ મેરજાની સક્રિયતાને લીધે મોરબીમાં સમયસર મેડિકલ કોલેજ ચાલુ થાય તેવા ચક્રો ગતિમાન થયા છે. વધુમાં એલ.ઈ.કોલેજના રાજવી પરિવારના પ્રતિનિધિ મનહરસિંહજીએ ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરીને એલ.ઈ.કોલેજને હેરીટેઝ સ્થળ તરીકે ગુજરાત સરકાર તરફથી સાર સંભાળ લેવાય તેવી રજૂઆતના સંદર્ભે બ્રિજેશ મેરજાએ કહ્યું હત કે આ બાબતે મેં અગાઉ રાજ્યના શિક્ષણમંત્રી સાથે પરામર્શ કર્યો છે. અને તે મુજબ કાર્યવાહી થાય તે માટે પોતે જાગૃત પણ છે.
