Wednesday, April 23, 2025

કોરોના દર્દીઓ માટે 8 ઓકસીજન કોન્સ્યુલેટર મશીન ભેટ આપતા મોરબીના ઉદ્યોગપતિ

Advertisement
Advertisement
Advertisement

મોરબી સિરામીક એશોસીએસન દ્વારા જુદા જુદા પ્રયાસથી અને અપિલથી દરેક ઉધોગકારો કંઇ ને કંઇ રીતે મોરબીના લોકો માટે કોરોના સામે લડવા સતત મદદ કરતા રહે છે. ત્યારે સિરામીકના ઉદ્યોગપતિ એવા ધનજીભાઇ ગંગારામભાઇ કાસુન્દ્રા મુળ રવાપરના વતની અને હાલ મારૂતિનગર સોસાયટીમાં રહે છે. તેમને પોતાના પુત્ર કિશન ધનજીભાઇ કાસુન્દ્રા તેમજ પુત્રી બંસી ધનજીભાઇ કાસુન્દ્રા હસ્તે ઓકસીજન કોન્સ્યુલેટર મશીન નંગ.8 મોરબી સિરામીક એશોસીએસનને ડોનેટ કરેલ છે.

ત્યારે મોરબી સિરામીક એશોસીએસન તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. અને સાથોસાથ મોરબી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કોઇપણ જ્ઞાતિના દર્દી ઘેર સારવાર લેતા હોય તો તેમને આ મશીન ડીપોજીટ લઇને અથવા તો ઉધોગકારની ગેરંટી સાથે પેશન્ટ ટુ પેશન્ટ વાપરવા માટે નિ:શુલ્ક આપવામાં આવશે તો જરૂરીયાત હોય તેઓ મોરબી સિરામીક એશોસીએસન 9727570850 નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું હતું.

Related Articles

Total Website visit

1,502,224

TRENDING NOW