Tuesday, April 22, 2025

મોરબી હાઇવે પર બાળકો સાથે બેઠેલ મહિલાનું પતિ સાથે સુખદ મિલન કરાવતી 181 મહિલા હેલ્પલાઇન ટીમ

Advertisement
Advertisement
Advertisement


મોરબીમાં તૈકેત વાવાઝોડાની અસર વચ્ચે મોરબી હાઇવે ઉપર મહિલા પોતાના બાળકો લઈને બેઠા હતા. તેમજ એકલી અટુલી મહિલા બેઠી છે અને શરીરે પણ ખુબ અશ્કત હોવાનું કોઈ સજ્જન વ્યકિતએ ફોન કરી 181 મહિલા હેલ્પ લાઇન ટીમને જાણ કરી હતી.

ફોન ઉપર પરિસ્થિતિ સાંભળી તાત્કાલિક 181 મહિલા હેલ્પ લાઈન ટીમના કાઉનસેલર ભારતીબેન પરમાર તથા ડબલ્યુપીસી રાજનબેન અને પાઇલોટ દિપકભાઈ સહિતનો સ્ટાફ મહિલાની મદદ માટે ઘટના સ્થળે પહોંચીને પિડિતાનું કાઉન્સેલીંગ કર્યું હતું. ત્યારે પિડિતા પાસેથી જાણવા મળેલ કે, તેઓ 13 તારીખથી ચાર વર્ષની દિકરી દોઢ વર્ષના દીકરા સાથે ઘરેથી નિકળી ગયા છે. આ અંગે તેમના પતિ કે પરિવારને આ અંગે જાણ પણ નથી કરી. અને પિડિતા બંગાળ રાજ્યના છે અને પિડિતા પોતાના પતિ સામે જઈ શકતા નથી. તેઓના પતિ ફેક્ટરીમાં કામ કરે છે.

આ અંગે 181 મહિલા ટીમે પીડિતાના કાઉન્સેલિંગ બાદ ઘટના સ્થળથી નજીક પડતી ફેકટરીની તપાસ કરતાં એકબીજાના સંપર્ક દ્વારા એક ફેકટરીના માલીક આવેલ અને જણાવેલ કે, તેઓ પીડિતા તથા તેમના પતિને ઓળખે છે. અને ત્યાર બાદ પીડીતાના પતિને ફોન દ્વારા સંપર્ક કરી બોલાવી લીધેલ હતો. અને પીડિતાના પતિનું કાઉન્સેલીંગ કરી પિડિત મહિલા શારીરીક રીતે ખુબ અશ્કત હોવાથી ઘરે લઈ જવા સમજાવેલ આમ કાઉન્સેંલીગ દ્વારા પીડીતાના પતિ સમજી ગયેલ પોતાની પત્ની તથા બાળકોને રાજી ખુશીથી લઈ જવા સમજાવેલ અને હાલમાં પિડિતાની શારીરીક હાલત ખરાબ હોવાથી 108 વાન દ્વારા મેડિકલ સહાય અપાવેલ અને પતિ પત્નીનુ સુખદ સમાધાન કરી પરિવાર સાથે મિલન કરાવેલ હતું.

Related Articles

Total Website visit

1,502,204

TRENDING NOW