Wednesday, April 23, 2025

મોરબી જલારામ મંદિર દ્વારા બિનવારસી મૃતદેહોના અસ્થિઓનું ગ્રહણ પહેલા સોમનાથ ત્રિવેણી સંગમમાં વિસર્જન કરાશે

Advertisement
Advertisement
Advertisement

અસ્થિ વિસર્જીત ન કરી શકેલ હોય તેવા પરિવારજનોએ પોતાના દીવંગતોના અસ્થિ શહેરના વિવિધ સ્મશાને સંસ્થાના અસ્થિ કુંભમાં પધરાવવા અનુરોધ

મોરબી: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ પ્રાર્થના મંદીર દ્વારા બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર હીન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ કરવામાં આવે છે. તે ઉપરાંત તેમના અસ્થિઓનું સોમનાથ મુકામે ત્રિવેણી સંગમમાં સામૂહીક વિસર્જન કરવામાં આવે છે. તેમજ જે લોકો પોતાના સ્વજનોના અસ્થિઓનું વિસર્જન ન કરી શકેલ હોય તેમના અસ્થિઓનું વિસર્જન પણ સંસ્થા દ્વારા કરવામાં આવે છે.

હીન્દુ ધર્મની પરંપરા મુજબ દીવંગતોના આત્માની શાંતિ અર્થે ગ્રહણ પહેલા અસ્થિઓનું વિસર્જન કરવું અનિવાર્ય હોય છે, ત્યારે આગામી તા.૨૬-૫ ના રોજ ચંદ્રગ્રહણ હોય મોરબી જલારામ મંદીર દ્વારા તા.૨૩-૫-૨૦૨૧ ના રોજ સોમનાથ મુકામે પવિત્ર ત્રિવેણી સંગમમાં કોરોનાગ્રસ્ત તથા બિનવારસી મૃતદેહોના અસ્થિઓનું સામૂહીક અસ્થિ વિસર્જન કરવામાં આવશે. તા.૨૨-૫-૨૦૨૧ ના રોજ મોરબીના તમામ સ્મશાનેથી અસ્થિઓ એકત્રિત કરી વિદ્યુત સ્મશાન ખાતે લઈ જવામાં આવશે. જ્યાં શાસ્ત્રોક્ત વિધી સંપન્ન થયા બાદ સંસ્થાના અગ્રણીઓ સોમનાથ જવા રવાના થશે. જે કોઈ વ્યક્તિઓ પોતાના સ્વજનોના અસ્થિઓ વિસર્જીત કરી શકેલ ન હોય તેમણે આગામી તા.૨૨-૫-૨૦૨૧ સુધી મા શહેર ના વિવિધ સ્મશાન ખાતે જલારામ મંદીરના અસ્થિ કુંભમા પધારાવવા વિનંતી કરેલ છે.

આ ભગીરથ કાર્યમા સંસ્થાના અગ્રણી ગીરીશ ભાઈ ઘેલાણી, હીતેશ જાની, હરીશભાઈ રાજા, ચંદ્રવદનભાઈ પુજારા, પ્રતાપભાઈ ચગ, ભાવીન ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, અમિત પોપટ(પોપટ પાન), નંદલાલ રાઠોડ, દીનેશ સોલંકી સહીતના જોડાશે. તેમ જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડની યાદીમાં જણાવાયું હતું.

Related Articles

Total Website visit

1,502,231

TRENDING NOW