મોરબીનાં નવલખી દરિયામાં ગત તા. 09ના સાંજના સુમારે દરિયામાં વધારે મોઝાં ઉછળતા આ મોઝા બાજ (નાની બોટ) માં ભરાઈ ગયા હતા. જેથી બોટ ડૂબી ગઈ હતી. આ બાજમાં આઠ લોકો સવાર હતા જેઓને સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી અને તમામ આઠ લોકોના જીવ બચ્યા હતા. આ ઉપરાંત, આ બાજમાં 1500 ટન કોલસો હોય જે દરિયાનાં પાણીમાં ડૂબી ગયો હતો જેથી માળિયા પોલીસે આ બનાવ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.