Tuesday, April 22, 2025

મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કેતન વિલપરા ઉપર છ શખ્શોનો છરી વડે હૂમલો

Advertisement
Advertisement
Advertisement

મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કેતન વિલપરા ઉપર છ શખ્સોએ ગઇરાત્રે છરી વડે હૂમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.

બનાવ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનેથી મળતી માહિતી મુજબ પ્રાપ્ત મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલના સદસ્ય કેતનભાઈ અમૃતલાલ વિલપરા ગતરાત્રે પોતાના મિત્ર સાથે મોરબીના શનાળા રોડ ઉપર કન્યા છાત્રાલય નજીક જીઆઇડીસીના નાકે ઉભા હતા. તે સમય ત્યાંથી બે બાઇકમાં ત્રણ સવારીમાં છ શખ્સો નીકળ્યા હતા. આ શખ્સોએ કેતનભાઈ વિલપરા ઉપર છરી વડે હુમલો કરતા તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની તપાસ કરનાર એ ડિવિઝનના એસ.વી.સોલંકીએ જણાવ્યું હતું કે, હુમલાખોરો થોડા દિવસો અગાઉ સરદાર બાગ નજીક રાત્રી કફર્યુ હોવા છતાં બેઠા હોય પાલિકાના પૂર્વ પ્રમુખે તેમને ટપારતા આ બાબતનો ખાર રાખીને હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,204

TRENDING NOW