મોરબીના નીચી માંડલ ગામે પાંચ માસના બાળકનું હિંચકામાંથી પડી જતાં સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હોય જ્યાં સારવાર દરમ્યાન બાળકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે નોંધ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના નીચી માંડલ ગામમાં વીનુભાઈની વાડીએ રહેતા રાકેશભાઈ અવાલેના ૫ માસના પુત્ર દેવરાજ ગત તા. ૨૪ એપ્રિલના રોજ રાત્રીના ૮ વાગ્યે વાડીએ હીચકામાંથી કોઈ કારણસર પડી જતા શરીરે ઈજા થઇ હતી. જેથી, પ્રથમ સારવાર મોરબીની સરકારી હોસ્પિટલમાં આપ્યા બાદ રાજકોટની ખાનગી ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. જ્યાં તેનું તા. ૨૫ના રોજ સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.