મોરબીમાં કોરોના વાયરસની કપરી પરિસ્થિતિને પહોંચી વળવા અગ્રણીઓ અને સેવાકીય સંસ્થાઓ આગળ આવી રહી છે. અનેક લોકો આર્થિક કે સામાજિક રીતે કોરોનાગ્રસ્ત લોકોની મદદ કરી રહ્યા છે. ત્યારે હરહમેંશ સેવાના કાર્યમાં ખડેપગે રહેતા અજયભાઇ લોરિયા દ્વારા મોરબીમાં બે કોવિડ કેર સેન્ટરમાં અનુદાન આપ્યું છે.
મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી તમામ સમાજના લોકો માટે રફાળેશ્વર પાસે આદર્શ નિવાસી શાળા ખાતે કાર્યરત સમરસતા કોવિડ કેર સેન્ટરમાં 51,000 તથા પાટીદાર કોરોના કેર સેન્ટરમાં 51,000 મોરબી જિલ્લા પંચાયત સદસ્ય તથા સેવાભાવી યુવા અજયભાઈ લોરિયા દ્વારા કુલ રૂ.102,000નું અનુદાન આપવામાં આવ્યું છે. ત્યારે હાલની મહામારીને સામે લડવા ઉદ્યોગપતિથી લઈને સામાન્ય નાગરિકો અને યુવાઓ તથા અનેક સંસ્થાઓ આગળ આવીને કામ કરી જ રહી છે. ત્યારે હરહંમેશ મોરબીની વિકટ પરિસ્થિતિ હોય કે દેશકાજે શહિદ વીરોએ દેશ માટે પ્રાણની આહુતિ આપી હોય એમની વ્હારે હમેંશા અજય લોરીયા અને તેમની ટીમ હોય જ છે. સાથે હાલમાં કોરોના મહામારીમાં પણ તેમના કાર્યાલય ખાતે વિનામુલ્યે માસ્ક તથા સેનિટાઇઝર વિતરણ કરવામાં આવી રહ્યું છે.