Tuesday, April 22, 2025

મોરબી જિલ્લામાં હોમ આઈસોલેટ દર્દિઓને રેમડેશીવીર-ઑક્સીજનની વ્યવસ્થા કરવા રજૂઆત

Advertisement
Advertisement
Advertisement

મોરબી જીલ્લામાં હોસ્પિટલમાં એડમીટ દર્દીઓ તથા હોમઆઈસોલેટ દર્દીઓને રેમડેસીવીર ઈંજેક્શન તથા ઓકિસજન બોટલ રીફીલીંગ આમ જનતાને સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા તાત્કાલીક ધોરણે કરવા જાગૃત નાગરિક મેહુલભાઈ ગાંભવા, રાજેશભાઈ એરણીયા, યોગેશભાઈ પટેલ, રાઠોડ ભગીરથસિંહ, નરેન્દ્રભાઈ દેસાઈ સહિતનાઓ દ્વારા મોરબી જિલ્લા કલેક્ટર મારફતે નાયબ મુખ્યમંત્રી અને રાજ્યના આરોગ્ય વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.

તેમણે લેખિતમાં રજૂઆતમાં જણાવ્યું હતું કે, મોરબી જીલ્લામાં હોસ્પિટલમાં એડમીટ દર્દિઓ તથા હોમ આઈસોલેટ દર્દિઓને રેમડેશીવરનાં ઈંજેકશન તથા ઓકિસજન બોટલ રીફીલીગમાં હાલાકીનો સામનો કરવો પડે છે હાલે કોરોનાની મહામારી મોરબી જીલ્લામાં ખુબ મોટા પ્રમાણમાં છે અને આ બિમારીના લીધે મોટા પ્રમાણમાં માણસો હોસ્પીટલોમાં દાખલ થયેલ છે અને મોરબીની વાસ્તવિક પરિસ્થિતિથી અહીના અધિકારી સહિતના વાકેફ છે હાલમાં હોસ્પીટલો હાઉસ ફુલ છે અને દર્દીઓ રાજકોટ, જામનગર, મહેસાણા, કડી, ભુજ, સુરેન્દ્રનગર, પાટડી, અમદાવાદ જવા મજબુર થયેલ છે.

જેથી હોસ્પીટલોમાં તાત્કાલીક ધોરણે બેડોની સંખ્યા વધારવામાં આવે તે જરૂરી છે અને હાલમાં રેમીડેસિવર ઈજેકશન હોસ્પિટલમાં એડમિટ દર્દિઓ માટે વ્યવસ્થા છે પરંતુ હોમ આઈસોલેટ દર્દિઓએ ઓકિસજનની જાતે વ્યવસ્થા કરેલ છે તેનું શું ?, તેમને ઓકિસજન બોટલ રીફીલીંગ કરવાની પણ જોગવાઈ કરી આપવી જરૂરી છે તમામ સમાજના આગેવાનો જો એક રાતમાં આઈસોલેશન બેડની સુવિધા કરી શકતા હોય તો તંત્ર કેમ ન કરી શકે? શું તંત્રને આ કામમાં રસ નથી ? જેથી તાત્કાલીક ધોરણે મોરબી જીલ્લામાં બેડોની સંખ્યા વધારી આઈ.સી.યુ બૅડ તેમજ ઓકસીઝન બેડોની સંખ્યા તાત્કાલીક ધોરણે વધારવા તથા ઓકસીઝનના બેડ વધારવાની માંગ કરેલ છે

તંત્ર દ્વારા જો હોસ્પીટલોમાં બેડની સંખ્યા તથા ઓકસીઝન બેડ અને આઈ.સી.યુ. બેડની સંખ્યા તાત્કાલીક અસ૨થી વધારવામાં નહી આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે સોશ્યલ સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે કચેરીએ આવીને લોકો દ્વારા કલેક્ટર કચેરીમાં ઘેરવ કરવામાં આવશે મોરબી જીલ્લામાં તાત્કાલીક અસરથી ઈજેકશન મળી રહે તેવી શુવ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવે તેવી પણ માંગ કરેલ છે આ બાબતે અધિકારીઑને દ્વારા ટેલીફોનથી જાણ કરેલ પરંતુ હોદાના નશામાં મશગુલ અધિકારીઓ ફોન પણ ઉપાડતા નથી તો શું અધિકારીઓને આ બાબતની કોઈ ગંભીરતા નથી ? તેવો સવાલ આગેવાનોએ કરેલ છે.

Related Articles

Total Website visit

1,502,170

TRENDING NOW