વાંકાનેર તાલુકાના રાતાવિરડા રોડ ઉપરથી ઇંગ્લિશ દારૂની ઇકકો કારનુ પાયલોંટીંગ કરતો મોટર સાયકલ ચાલક તથા ઇકકો કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા બે ઇસમને ઇગ્લીશ દારૂની બોટલ નંગ.156 તથા બીયર ટીન નંગ.48 ના મુદામાલ સાથે વાંકાનેર તાલુકા પોલીસ ટીમે ઝડપી લીધા છે.
વાંકાનેર તાલુકા તથા સર્વેલન્સ ટીમના માણસો પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પો.હેડ કોન્સ.મયુરધ્વજસિંહ જાડેજા તથા પો.કોન્સ.હરીચંન્દ્રસિંહ ઝાલાને મળેલ બાતમી આધારે વાંકાનરે તાલુકાના રાતાવીરડા રોડ,ગેનીટો સીરામિક નામના કારખાના પાસેથી ઇગ્લીશ દારૂની પાયલોટીંગ કરી ઇકકો કારમાં ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતા આરોપી રાકેશ નાનાભાઇ મછાર ધંધો (રહે.હાલ સરતાનપર, મોટો સ્લીમ સીરામિક, મુળ ગામ નરોડા તા.ખાનપુર જી.મહીસાગર), રઘુભાઇ ઉર્ફે રઘો રાણાભાઇ ઇન્દરીયા (રહે.ડુંગરપુર તા.હળવદ જી.મોરબી) તથા પાયલોંગટીંગ કરનાર અરવિંદ વિરજીભાઇ ઇંદરીયા (રહે.ડુંગરપુર તા.હળવદ જી.મોરબી)ને ઝડપી લીધા હતા.
આરોપી પાસેથી મેક ડોવેલ્સ નંબર-૧ સુપરીયર વ્હિસ્કી, બોટલ નં.120 (કિં.રૂ. 45,000), ગ્રેવીટી ગ્રીન એપલ ફલેવર વોડકા, બોટલ નં.24 (કિં.રૂ.7200) તથા ગ્રેવીટી પ્યોર ગ્રેન વોડકા, બોટલ નં.12 (કિં.રૂ.3600) તથા કીગ ફીશર સ્ટ્રોન્ગ પ્રીમીયમ બીયર ટીન નં.48 (કી.રૂ.4800) તથા ઇકકો કાર નં. GJ36-L-8978 (કી.રૂ.2,50,000)તથા મો.સા.હીરો સ્પેન્ડર નં.GJ38-AC-9048ની (કી.રૂ.30000) તથા મોબાઇલ નંગ.3 (કી.રૂ.15000) મળી કુલ રૂપીયા 3,55,600 ના મુદામાલ કબ્જે કર્યો છે. જ્યારે આરોપી પરેશભાઇ લવાભાઇ નાકીયા (રહે.ઠીકરીયાળી તા.વાંકાનેર)વાળો નાશી જતાં ચારેય ઇસમ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ છે. તેમજ પકડાયેલ આરોપીનો કોરોના ટેસ્ટ કરાવવા તજવીજ કરેલ છે.
આ કામગીરી આર.પી.જાડેજા,પો.સબ.ઇન્સ.વાંકાનેર તાલુકા તથા પો.હેડ.કોન્સ. મયુરધ્વજસિંહ જાડેજા તથા જુવાનસિંહ ઝાલા પો.કોન્સ.જગદીશભાઇ ગાબુ તથા હરીશચન્દ્રસિંહ ઝાલા તથા સંજયસિંહ જાડેજા નાઓ રોકાયેલ હતા.