મોરબી શહેર અને જીલ્લાની અંદર હાલમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. અને કોરોના પોઝિટિવ કેસ પણ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. તેની સાથો સાથ અનેક કોરોનાગ્રસ્ત દર્દીઓના સારવાર દરમ્યાન મોત પણ નિપજ્યા છે.
ત્યારે મોરબી જિલ્લા નોટરી એસોસિયેશનનાં પ્રમુખ રામદેવસિંહ આર. જાડેજાને કોરોના પોઝિટિવ આવેલ હતા. જેથી તેમને સારવાર માટે જામનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા. અને ત્યાં સારવાર દરમ્યાન રામદેવસિંહ જાડેજાનું અવસાન થયું હતું. તેમના અવસાનના સમાચાર સાંભળી એડવોકેટ અને નોટરીકર્તાઓમાં દુખની લાગણી ફેલાઇ છે.