મોરબી શહેરમાં કોરોનાનો કહેર વર્તાય રહ્યો છે. ત્યારે લોકોની આસ્થાનું કેન્દ્ર એવા મોરબીના મહેન્દ્રનગર ખાતે આવેલ રામધન આશ્રમમાં કોરોનાનાં વધતા સંક્રમણને ટાળવા તકેદારીનાં ભાગરૂપે રામનવમીની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં રામનવમી નિમિતે પૂજા કરાઈ હતી. અને નવરાત્રીના અનુષ્ઠાન નિમિતે હોસ્પિટલમાં ફ્રુટ વિતરણ અને નાસ્તો અર્પણ કરવામાં આવ્યો હતો. મહામારીના સમયમાં રામધન આશ્રમના મહંત માં ભાવેશ્વરી માતાજીએ લોકોને હિંમત રાખવા જણાવ્યું છે. તેમજ યોગ્ય સારવાર કરાવવા માટે સહાય કરી રહ્યા છે તે તમામને ભાવથી વંદન કર્યા છે.
