મોરબી: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતાં મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા કાનજીભાઈ પરસોતમભાઈ હોથી પરિવારના સહયોગથી તથા નરેન્દ્રભાઈ ચિમનલાલ પુજારા પરિવારના સૌજન્યથી સર્વજ્ઞાતિય ઓક્સિજન બોટલ વિતરણ સેવા શરૂ કરવામાં આવેલ છે.
પ્રવર્તમાન સમયે કોરોના વાઈરસે કાળો કહેર વર્તાવ્યો છે. ક્યારે પ્રાણવાયુ (ઓક્સિજન)ની અછતના કારણે લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. ત્યારે મોરબી જલારામ મંદિર ખાતે સર્વજ્ઞાતિ માટે આ વિશેષ સેવા શરૂ કરવામાં આવી છે. ઓક્સિજન બોટલ મેળવવા માટે દર્દીનો RTPCR રિપોર્ટ, સી.ટી. સ્કેન રીપોર્ટ તથા આધારકાર્ડની ઝેરોક્ષ અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ મંદિર ખાતે જમા કરાવવાની રહેશે. તેમ સંસ્થા ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, ચંદ્રવદનભાઈ પુજારા, ભાવીનભાઈ ઘેલાણી તથા પ્રતાપ ભાઈ ચગે યાદીમાં જણાવ્યુ છે. તદઉપરાંત ટુંક સમયમાં ઓક્સિમીટરનું વિતરણ પણ શરૂ કરવામાં આવશે. તેમ વધુમાં ઉમેર્યુ છે.