Wednesday, April 23, 2025

મોરબીમાં રેમેડીસીવર ઇન્જેક્શન ન મળતાં દર્દીઓના પરિવારજનો કલેક્ટરના બંગલે દોડી ગયા

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં રેમેડીસીવર ઇન્જેક્શનનો પુરતો સ્ટોક ન હોવાથી અછત સર્જાઈ છે. જેથી આ અંગે મોરબી-માળિયા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પણ 2000 નો રેમેડીસીવર ઇન્જેક્શનનો જથ્થો આપવા માંગ કરી છે. ત્યારે તંત્ર દ્રારા હોમ આઇસોલેટ દર્દીઓને રેમેડીસીવર ઇન્જેક્શન ન વિતરણ કરવાનો આજથી નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે વી.સી.હાઈસ્કુલ ખાતે સેન્ટર પણ બંધ કરવામાં આવ્યું છે.

જેથી મોરબીમાં રેમેડીસીવર ઇન્જેક્શન ન મળતાં દર્દીઓના પરિવારજનો અને સગાવ્હાલા રોષે ભરાયા છે. અને વહેલી સવારમાં જ વી.સી.હાઈસ્કુલમાં લાઇનમાં રહેલાં દર્દીઓના સગા કલેક્ટર બંગલે દોડી ગયા હતા. અને હોબાળો મચાવતાં કલેક્ટર બંગલે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Related Articles

Total Website visit

1,502,224

TRENDING NOW