(અહેવાલ: ધવલ ત્રિવેદી ટંકારા)
ટંકારાના હરીપર(ભુ) ગામે મોરબી સિરામિક એસોસિયેશન અને હરીપર યુવા ગ્રુપના સહયોગથી હરીપર પ્રાથમિક શાળામાં ફ્રી કોરોના રેપિડ ટેસ્ટ કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ૩૨૮ લોકોના ટેસ્ટ કરવામાં આવેલ જેમાંથી ૨૮ લોકોના રીપોર્ટ કોરોના પોઝિટિવ આવેલ હતા. આ તમામ દર્દીઓને નેકનામ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જરુરી દવા અને માર્ગદર્શન આપવામાં આવેલ હતું. અને તમામને હોમ આઇસોલેશન કરાવવાના આવેલ હતા. ટંકારા તાલુકાના નાના એવા ગામમાં કોરોના ટેસ્ટ કરાવવામા લોકોએ ખુબ જ ઉત્સાહ દર્શાવ્યો હતો.
