મોરબી પંથકમાંથી બિનવારસી હાલતમાં મળી આવેલ બોડીને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે એક અઠવાડિયા પહેલા મૂકવામાં આવી હતી. જો કે ત્યારબાદ તેની કોઈ દ્વારા દરકાર લેવામાં આવી ન હતી. જેથી આ બોડીની અંદર જીવાત અને ઇયળો પડી ગઈ હતી. અને ત્યારબાદ આજે સેવાભાવી મહિલા અને યુવાનો સહિતના લોકો દ્વારા બિન વરસી બોડીની અંતિમ વિધિ કરવામાં આવી છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે અધિકારી અને પદાધિકારી દ્વારા સાત દિવસ સુધી શા માટે થઈને આ બોડીનો નિકાલ કરવામાં આવ્યો ન હતો ?
છેલ્લા થોડા દિવસોથી મોરબી સિવિલ હોસ્પિટલ ખાતેથી એક દિવસમાં એકી સાથે અનેક બોડિનો નિકાલ કરવામાં આવે છે. જોકે તે તમામ કોરોનાગ્રસ્ત દર્દીઓની બોડી હોય તેવું અત્યાર સુધી આપણે જોતા આવ્યા છીએ જોકે મોરબી પંથકમાંથી મળી આવેલ બિન વરસી બોડી મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે મૂકવામાં આવી હતી. જે બોડીની અંદર જીવાત અને ઇયળો પડી ગઈ હતી. જે બોડીનો મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સોનાપુરી સ્મશાન ગૃહ ખાતે આજે નિકાલ કરવામાં આવેલ છે.
સાત દિવસથી મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે મુકવામાં આવેલ આ બિનવારસી બોડીની કોઇ દ્વારા દરકાર લેવામાં આવી ન હતી જેથી કરીને આ બોડીની અંદર જીવાતો અને ઈયળો પડી ગઈ હતી ત્યારબાદ આજે મોરબી સિવિલ હોસ્પિટલેથી સેવાભાવી મહિલા હસીનાબેન લાડકા અને સોનાપુરી સ્મશાન ગૃહ સાંભળતા પ્રહલદસિંહ સહિતના સેવાભાવીએ દ્વારા આજે આ બોડીની અંતિમક્રિયા કરવામાં આવી છે.