મોરબીના નવા જાંબુડીયા નજીક આવેલ સિરામિક કારખાનામાં રહીને કામ કરતા યુવાનને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના જાંબુડીયા નજીક આવેલ સીલીકોન સિરામિક કારખાનામાં રહીને કામ કરતો દિનેશભાઈ સરદારભાઇ ડાવર (ઉ.વ.40) વાળાને તેના વતનમાં દેવું વધી જતાં ગળેફાંસો ખાઈ આપધાત કરી લીધો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.