મોરબીમાં કોરોના સંક્રમણને રોકવા તેમજ કોરોનાના પોઝીટિવ દર્દીઓને મોરબીમાં જ જરૂરી સારવાર મળી રહે તેવી વ્યવસ્થા યુધ્ધના ધોરણે હાથ ધરવા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ સાથે બેઠક યોજીને જરૂરી સુજાવો સાથે વહીવટી તંત્રને ખાસ તાકીદ કરી હતી. મોરબીના પ્રભારી સચિવ મનીષાબેન ચાંદ્રા, કલેક્ટર જે.બી. પટેલ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી કેતન જોશી સાથે રૂબરૂ મીટિંગમાં રેમડેસીવીર ઈન્જેકશનો પૂરતા પ્રમાણમાં મળે RTPCR અને રેપિડ ટેસ્ટમાં પણ ગતિ પકડાય તદુપરાંત સિવિલ હોસ્પિટલની હાલની બેડની ક્ષમતામાં વધારો કરવા અને કોવિંડ સલગ્ન ખાનગી હોસ્પિટલના દર્દીઓને દાખલ કરવા વધુ સુવિધાઓ ઉપલબ્ધ થાય તેના ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે.
મોરબી સિવિલ હોસ્પીટલમાં ઓકિસજન સાથેની ખેડની સુવિધા વધારવા, મહાનગરપાલીકાઓની જેમ મોરબીમાં પણ કન્ટેન્ટમેન્ટ ઝોન પાડવા, દરરોજ મોરબીની સરકારી હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં બેડની સંખ્યા, દર્દીઓની સારવાર અંગેની અધ્યતન માહિતી જવાબદાર અધિકારી દ્વારા લોકો સમક્ષ નિયમિત મુકાય, કાર્યરત હેલ્પલાઇનને વધુ સુસજ્જ કરી અપડેટેડ માહિતી હેલ્પલાઇન દ્વારા લોકોને મળી રહે તેમ કરવું પણ જરૂરી છે. રિજ્યુનલ ડેપ્યુટી ડિરેક્ટર ડૉ. રૂપાલી મેડમને તાકીદ કરી મોરબી હોસ્પીટલમાં ઓક્સિજનના નવા પોઈન્ટ ઊભા કરવા બાયોમેડિકલ ઈજનેરની પણ સુવિધા ઉપલબ્ધ કરવી જરૂરી છે.
સાથોસાથ મોરબી સરકારી હોસ્પીટલમાં ઓક્સિજનની જરૂરિયાત માટે લિક્વિડ ઓર્કિસજન ટેન્કની સુવિધા તાર્કીદે મંજૂર કરવી અનિવાર્ય છે. વધુમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ માળીયા (મીં) તાલુકાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અંગે સંબંધિત ડોક્ટરો અને ક્ષેત્રિય અધિકારીઓએ સાથે સતત સંપર્કમાં રહી ખાખરેચી ખાતે પ્રાથમિક કુમાર અને કન્યા શાળામાં સ્થાનિક અગ્રણીઓ, દિનેશભાઈ પારજીયા, વિગેરેના સહયોગથી ૨૦ બેડ ની સુવિધા ઉપલબ્ધ કરાયેલ છે.
તેમજ સરવડ ગામે પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સ્થાનિક રહીશોના સૌજન્યથી શાળામાં ૧૬ બેડ વધુ સુવિધા ઊભી કરાયેલ છે. વવાણિયા ખાતે ઉચ્ચતર હાઈસ્કૂલમાં જયદીપ ગ્રુપ દ્વારા વધુ ૨૫ થી ૫૦ સુધીના બેડની સુવિધા કાર્યરત થયેલ છે. વવાણિયા ખાતે દર્દીઓને જમવાની સુવિધા પણ ટિફિન દ્વારા માંશ્રી રામબાઈના મંદિર દ્વારા ઉપલબ્ધ કરાયેલ છે જે આર્શિવાદરૂપ છે. જૂના ઘાંટીલા ગામે પંચવટી વિસ્તારમાં જૈન ઉપાશ્રયમાં ૧૦ બૈંડ તેમજ માળીયા (મીં) ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત વધારાની ૨૦ બેડ ની સુવિધા માળીયા (મીં) પ્રોપરમાં ઉપલબ્ધ કરાવાય તે માટેની ગતિવિધિ તેજ બની છે.
મોરબી સિવિલ હોસ્પીટલમાં વધારાના ૧૬૦૦ જેટલા રેમડેસીવીર ઈન્જેકશનો તાર્કીદે ઉપલબ્ધ કરાવવા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ સતત ફોલોઅપ કર્યું છે. જિલ્લાના પોલીસ વડા સુબોધ ઓડેડરાને રૂબરૂ મળીને કોરોના કર્ફ્યુ અંતર્ગત લોકહિતમાં જરૂરી પરામર્શ પણ કર્યો હતો. મોરબીની કોરોના સલગ્ન ખાનગી હોસ્પિટલના સંબંધિત ડોક્ટરો સાથે પણ સતત સંપર્કમાં રહીને કોરોનાના પોઝીટિવ દર્દીઓને દાખલ કરવાથી માંડીને તેમની સાર સંભાળની ચિંતા પણ ધારાસભ્યશ્રી સેવી રહ્યા છે.
મોરબીના એકપણ કોરોનાના પોઝીટિવ દર્દીને મોરબી બહાર સારવાર લેવા જવું ન પડે તેવી સુવિધા વધુ વિકસાવવા કોરગ્રુપની આ બેઠકમાં ધારાસભ્યએ ખાસ તાકીદ કરી હતી. મોરબીમાં સમસ્ત સતવારા સમાજ આઇસોલેશન સેન્ટર દ્વારા એમ.ડી. કક્ષાના ડોક્ટરોની સેવા સાથે કાર્યરત કોરોના સેન્ટરના રહેલા પોઝીટીવ દર્દીઓ માટે ડોક્ટરના પ્રિક્રિપ્શન ઉપર રૅમડેસીવીર ઇન્જેક્શનની સુવિધા મળે તેવી માંગણી પણ મંજૂર કરવા કલેકટરને જરૂરી ભલામણ પણ કરી છે.
મોરબી સરકારી હોસ્પીટલમાં સતત કાર્યરત રહેતા ડેપ્યુટી કલેક્ટર ઝાલા, ઓક્સિજનનો જથ્થો પૂરો પાડતા જિલ્લા પુરવઠા અધિકારી શ્વેતા પટેલ, સિવિલ હોસ્પિટલના આર.એમ ઓ. ડૉ. સરડવા તથા સિવિલ સર્જન ડૉ. દૂધરેજીયા, સબંધિત તબીબી અધિકારીઓએ સાથે દર્દીઓના હિતમાં અને દર્દીઓના સગાને મુશ્કેલી ન પડે તે રીતે સહાયભૂત થવા પણ ધારાસભ્ય સતત જાગૃત રહીને સૂચનાઓ આપી રહ્યા છે.