મોરબી: સૌરાષ્ટ્રભરમાં કોરોનાના કેસો ભયંકર રીતે વધી રહ્યા છે. વધતાં જતાં કેશોને લઇને ઘણી હોસ્પિટલો પણ હાઉસફુલ થય રહી છે. ત્યારે જામનગરની જી.જી.હોસ્પિટલ સહિતની હોસ્પિટલ દર્દીઓથી ફૂલ થઇ ગઇ છે. હાલ નવા બેડની વ્યવસ્થા માટે સતત પ્રયાસો ચાલુ છે. પરંતુ આગામી પાંચ દિવસ સુધી નવા બેડ મળી શકે એવી કોઇ શક્યતા ન હોવાનું જિલ્લા કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું છે.
જામનગરની જીજી હોસ્પિટલ દર્દીઓથી હાઉસફુલ થઈ ગઈ છે. તંત્ર દ્વારા નવી 200 બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી. તે પણ ગઇકાલે સાંજે ફૂલ થઇ જતા આજે કલેકટર દ્વારા સતત સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે. જે મુજબ હાલ જામનગરમાં કોઇ નવા દર્દીઓ માટે બેડની વ્યવસ્થા નથી. અમે નવા બેડની વ્યવસ્થા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ, પરંતુ આગામી પાંચ દિવસ સુધી નવા બેડ મળી શકે તેવી કોઇ શકયતા જણાતી નથી. કલેકટરના આ કથન પાછળનો નિર્દેશ કદાચ એવો હોય શકે કે, અન્ય જિલ્લાઓમાંથી જે દર્દીઓ અહીં આવી રહ્યા છે તેઓને ધક્કો ન થાય.