(અહેવાલ: મેહુલ સોની હળવદ)
હળવદ: વધતા કોરોના સંક્રમણને ટાળવા હળવદના રણમલપુર ગ્રામપંચાયત દ્વારા આંશિક લોકડાઉન સ્વૈચ્છિક રીતે લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રણમલપુરમાં ગ્રામજનો દ્વારા કોવિડ-19ના વધતા જતા કેસને લઈને સ્વૈચ્છિક લોકડાઉન સવારે 10 થી સાંજના 4 સુધી કરવામાં આવ્યું છે. જે લોકજાગૃતિના ભાગરૂપે ગામમાં આંશિક લોકડાઉન લાગુ કરવાનું નક્કી કરાયું હતું.