મોરબી: રાજકોટ જિલ્લા સાંસદ મોહનભાઈ કુંડારિયા તથા મોરબી જિલ્લા પ્રમુખ દુલર્ભજીભાઇ દેથરીયા, મોરબી તાલુકા ભાજપ અધ્યક્ષના માર્ગદર્શકથી જિલ્લા પંચાયતના સદસ્ય જયંતીભાઈ પડસુંબીયા દ્વારા આજે મોરબી ૨૦ શકત શનાળા જિલ્લા પંચાયત સીટના ઞામ-જેપુર, ખીજડીયા, વનાળીયા ગામોમાં રેપીડ ટેસ્ટ તથા પોઝેટીવ દવાની કીટ તથા માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા.

જેમા નાની વાવડી તાલુકા પંચાયત સદસ્ય રમાબેન રુપાલા , ખાખરાળા તાલુકા પંચાયત સદસ્ય ભુપતભાઇ સવસેટા તથા મોરબી તાલુકા ભાજપ યુવા ઉપપ્રમુખ પ્રવિણ ભાઈ પડસુંબીયા વિગેરેની ટીમે દરેક ગામમાં આયોજન કરી રેપીડ ટેસ્ટ,દવાની કીટ,95 માસ્કનું વિતરણ કરેલ હતું. આ તમામની સાથે મેડિકલ સ્ટાફ તથા જેપુરના આંગણવાડીનો સ્ટાફ તથા જેપુરના આગેવાનોએ સાથે મળી આ આયોજનને સફળ બનાવવા મદદ કરેલ છે.
