ટંકારાના ગ્રામ્ય પંથકમાં લગ્ન કરવાના ઇરાદે ફોસલાવી એક શખ્શે સગીરાને ભગાડી ગયા હોવાની ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારાના ગ્રામ્ય પંથકમાં રહીને મંજુરી કામ કરતા પરિવારની 16 વર્ષિય દિકરીને ખાખરેચી ગામે રહેતો રાજુભાઇ મગનભાઈ દેગામા નામનો ઇસમ ગત તા.8 ના રોજ લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને લઇ ગયો હોવાની સગીરાના પિતાએ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદ પરથી ઇસમ વિરૂધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.