“જાજું મથે માનવી ત્યારે બટકું કોળીયો ખવાય,
દ્વારકાધિશ રીઝે રાજડા ત્યારે નવખંડ લીલો થાય”
વાંકાનેર: સમગ્ર દેશમાં કોરોના નામની મહામારીએ ભરડો લીધો છે. ત્યારે ગુજરાતભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. જેમાં મોરબી જિલ્લામાં પણ દિન-પ્રતિદિન કોરોના કેશો સામે આવે છે. ત્યારે કોરોના મહામારીમાં પરિવારના તમામ સભ્યો સંક્રમિત હોય અને પરિવાર માટે ભોજનની વ્યવસ્થા કરી સકાય તેમ ના હોય તેવા પરિવારો માટે જય ગોપાલ દ્વારા વિનામુલ્યે ભોજન સેવા પૂરી પાડવાનો સેવાયજ્ઞ શરુ કરવામાં આવ્યો છે.
વાંકાનેરમાં જય ગોપાલ દ્વારા વિનામુલ્યે ભોજન સેવા શરૂ કરવામાં આવી છે. કોરોનાને પગલે આખું પરિવાર હોમ કોરોનટાઈન હોય અને જમવાનું બનાવી શકે તેવી સ્થિતિ ના હોય તેવા વાંકાનેર શહેરમાં રહેતા પરિવારો માટે તેમજ હોસ્પિટલમાં પણ વિનામુલ્યે સાંજનું ઘર જેવું ભોજન ફ્રી હોમ ડીલીવરીથી વાંકાનેર શહેરમાં પહોંચાડવામાં આવશે. જેના માટે નાગજીભાઈ ચાવડા મો. 98790 09228 માં વોટ્સએપ પર વ્યક્તિની સંખ્યા અને સરનામું સવારે 10 થી 1 સુધીમાં નોંધાવવા અને વોટ્સએપ સુવિધા ના હોય તો ફોન કરવા યાદીમાં જણાવ્યું છે.