વાંકાનેર: પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા લેવામાં આવ્યો કડક નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં વાંકાનેર નગર પાલિકામાં ભાજપને બહુમતી મળવા છતાં સત્તા ગુમાવતા શહેર ભાજપ પ્રમુખ દિનુભાઈ વ્યાસને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
વાંકાનેર નગરપાલિકામાં ભાજપે ચૂંટણીમાં બહુમતી સાથે વિજય મેળવ્યો હતો. પરંતુ અંદરખાને જુથવાદને કારણે ભાજપે પાલિકામાં સત્તા ગુમાવી હતી. ત્યારે આજે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા કડક નિર્ણય લઈ વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ દિનુભાઈ વ્યાસને સસ્પેન્ડ કરાયા છે.