મોરબી શહેર અને જિલ્લામાં કોરોના બેકાબુ બન્યો છે. ત્યારે કોરાનાનું સંક્રમણ અટકાવવા શહેર અને ગ્રામ્યમાં તકેદારી અને સાવચેતીના નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે. ત્યારે જાહેર મેળાવડાઓ અને ઉત્સવો પર પણ પ્રતિબંધ મુકાયો છે. જેને પગલે આસ્થાનું કેન્દ્ર એવા મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં કોરોના મહામારીને પગલે બીજના દર્શન રામધન આશ્રમ ખાતે બંધ રાખવામાં આવ્યા છે. જેથી ભક્તોએ ઘરે જ બીજના દર્શન કરવા રામધન આશ્રમની યાદી જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત ૩૦ એપ્રિલ સુધી ભજન અને પ્રસાદ પણ બંધ રહેશે. જેની સર્વે ભક્તોએ નોંધ લેવા જણાવ્યું છે.