મોરબીના ઘુંટું ગામની સીમમા આવેલ લેન્ઝ સિરામિક કારખાના પાસે ટેન્કર બંધ પડ્યા બાદ નીચે જઈને ડાઇરેક્ટ ચાલુ કરતા ટેન્કર ચાલુ થઈ જવાથી ટાયરમા આવી જતા ચાલકનું મોત નીપજ્યું હતું.
મુજબ મોરબીના જુના ઘુંટું ગામે રહેતા વિશાલ વિનુભાઈ અદગામા ટેન્કર નં.Gj18-X-8651 નું ગત તા.6 ના રોજ ઘુંટું ગામની સીમમા આવેલ લેન્ઝ સિરામિક કારખાને ટેન્કર બંધ થઇ ગયેલ અને ટેન્કરનો સેલ્ફ લાગતો ન હોય અને પોતે જાણતો હોય કે ટેન્કર ગિયરમા રાખી ડાયરેક્ટ ચાલુ કરે તો આગળ ચાલશે તેમ છતા પોતે ટેન્કર ગિયરમા રાખી ટેન્કર નીચે જઇ ટેન્કરને ડાઇરેક્ટ ચાલુ કરતા ટેન્કર એકદમ ચાલુ થઇ અને આગળ ચાલતા પોતે ટેન્કર નીચે ટાયરમા આવી જતા ટેન્કર ચાલકને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી તેમનું મોત નિપજયું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.