મોરબીની વર્ધમાન સોસાયટી જનકલ્યાણ મંદિર પાસે વર્લી ફીચરનો જુગાર રમતો એક ઇસમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમે પકડી પાડ્યો છે. જ્યારે અન્ય એક ઇસમનું નામ ખુલતાં તેને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ વર્ધમાન સોસાયટી જનકલ્યાણ મંદિર પાસે જાહેરમાં વર્લી ફીચરના આંકડા લખી જુગાર રમાડતો રજત કિશોરભાઇ ત્રિવેદી (રહે.વર્ધમાનનગર જનકલ્યાણ મંદિરની સામે મોરબી)ને રોકડ રકમ રૂ.2430 તથા મોબાઇલ ફોન નંગ.2 (કિં.રૂ.6000) મળી કુલ રૂ.8430 સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે પકડી પાડ્યો છે. જ્યારે અન્ય ધર્મેશ અશોકભાઈ પંડયા (રહે.અલીયાબાડા નવાપરા તા.જી.જામનગર)નું નામ ખુલતાં પોલીસે પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.