મોરબી જિલ્લામાં કોરોએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે કોરોના દર્દીઓને સચોટ સારવાર મળી રહે તે માટે મોરબી-કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા તેમજ રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયાએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ત્યારે જે કોરોના પોઝિટિવ દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન બેડ ન હોવાથી રાજકોટ-જામનગર મોકલી દેવામાં આવતા હોવાનું જણાવી ખુદ પ્રદેશ ભાજપના કારોબારી મેમ્બર અનિલ મહેતાએ કરતા સિવિલ હોસ્પિટલના મામલે રજૂઆત કરી છે.
પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય અને મોરબીના ભાજપ અગ્રણી અનિલભાઈ મહેતાએ સાંસદોની મોરબી મુલાકાત સમયે જ મોરબી સિવિલ હોસ્પિટલ બાબતે રજુઆટ કરી છે કે, મોરબીમાં કિડની હાર્ટ કે કેન્સરના દર્દીઓને કોરોના એન્ટીજેન્ટ ટેસ્ટ નેગેટીવનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી સારવાર કરતા નથી અને આ રિપોર્ટ મોરબીમાં કોઈ કરતું નથી સરકારી હોસ્પિટલ પણ દાખલ ન થાય ત્યાં સુધી ટેસ્ટ કરતી નથી.ઉપરાંત દર્દી દાખલ એટલા માટે નથી થતા કે તેમને કોરોના નથી અને ચેપ લાગવાનો ભય છે. માટે અન્ય રોગના દર્દીઓને કોરોનાનો એન્ટીજેન્ટ ટેસ્ટ કરી આપવાની વ્યવસ્થા થવી જરૂરી છે.
વધુમાં અનિલભાઈ મહેતાએ જણાવ્યું હતું કે મોરબી સિવિલમાં ઓક્સીજન બેડના અભાવે મોટાભાગના દર્દીઓને રાજકોટ કે જામનગર ખસેડવામાં આવે છે તે બરાબર નથી સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન સાથેના 100 બેડ વધારવાની જરૂરિયાત છે. સાથે સાથે એમ્બ્યુલન્સ પણ ઘટે છે. માટે એમ્બ્યુલન્સ વધારવી જોઈએ તેવી પણ તેમેણ માગ કરી છે.
