મોરબી: શહેરમાં દિન-પ્રતિદિન કોરોના સંક્રમણનો આંક ઊંચો જઈ રહ્યો છે. ત્યારે લોકોને કોરોના અંગે સાવચેતી રાખવા અપિલ કરવામાં આવી રહી છે. તેમજ અનેક સેવભાવી સંસ્થાઓ અને આગેવાનો આગળ આવી લોકોને વિનામુલ્યે માસ્ક વિતરણ કરી રહ્યા છે.
ત્યારે હાલમાં છત્તીસગઢના બીજાપુરમાં થયેલા નક્સલી હુમલામાં શહિદ જવાનોને શ્રદ્ધાંજલી માટે મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય અને સેવાભાવી યુવા અજયભાઈ લોરીયા દ્વારા સેવા એજ સંપત્તિના ઉદ્દેશ્યથી હેલ્પ લાઈન નંબર જાહેર કરી લોકોને રેમડીસીવર ઇજેક્શન આપવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં લોકો પોતાનાં ડોક્યુમેન્ટ અને કોવિડ રિપોર્ટ રજીસ્ટ્રેશન કરાવીને આ ઈંજેક્શન મેળવી શકશે આ કેમ્પમાં માસ્ક સેનીટાઇઝર નું ફ્રી વિતરણ કરવામાં આવશે. અજય લોરીયાએ લોકોને પોતાનાં ડોક્યુમેન્ટ તથા કોવિડ રિપોર્ટ સાથે કાર્યાલય ખાતે આવવા અપીલ કરી છે. આ તકે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુલર્ભજીભાઇ દેથરીયાના હસ્તે રિબિન કાપી શ્રીફળ વધેરીને કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો.