મોરબીમાં વધતા જતાં કોરોનાના સંક્રમણને પગલે હવે ગ્રામ્ય પંથકમાં પણ કોરોના અંગે સાવચેતી નિયમો લાગી દેવામાં આવ્યા છે. જેમાં નારણકા ગ્રામ પંચાયત દ્વારા જાહેર નોટીસ બહાર પાડીને સાવચેતીનાં પગલાં લેવામાં આવ્યાં છે. અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવા મહિલા સંરપંચે નોટીસ જાહેર કરી છે.
ગામમાં બહાર નિકળતા લોકોએ ફરજીયાત માસ્ક પેહરીને નીકળવું, ગામમાં જાહેર જગ્યાએ દુકાને પાદર વિગેરે જગ્યાએ ટોળા કે ગ્રુપ કરીને બેસવું નહી તથા એકઠુ થવુ નહી, ગામમાં જે લોકોને કોવિડ પોઝીટીવ આવ્યો હોય તેને ફરજિયાત ૧૪ દિવસ હોમ કોરન્ટાઇન રહેવું, તથા અન્ય કોઇપણ વ્યક્તીને લક્ષણો જણાય તો ટેસ્ટ કરાવી લેવો, વિલંબના કરવો તથા આ ગાળામાં બહાર ન નિકળવું નહી અન્યના સંપર્કમાં આવવુ નહી, ગામના તમામ દુકાનદારોએ સવારે ૭:૦૦ થી ૧૦:૦૦ તથા બપોર પછી ૪:૦૦ થી ૮:૦૦ સુધી જ દુકાનો ચાલુ રાખવી તથા ગ્રાહકોમાં સોશિયલ ડીસ્ટન્સનું તથા માસ્ક નું પાલન કરાવવું. અન્યથા માલ આપવો નહી તેવા નિયમોનું ચુસ્ત પણે અમલ કરવો અન્યથા કાયદેસરની કાર્યવાહી દંડ કરવામાં આવશે તેમ નારણકા ગ્રામપંચાયતનાં સરપંચ ભગવતીબેન રમેશભાઈ મેરજાની યાદીમાં જણાવાયું છે.