Friday, April 18, 2025

ટંકારાના હમીરપર ગામે કોરોના કારણે નિયમો લાગુ કરાયા: બપોર સુધી જ દુકાનો ખુલી રહેશે

Advertisement
Advertisement
Advertisement

(અહેવાલ: ધવલ ત્રિવેદી ટંકારા)

મોરબી જિલ્લામાં કોરોના બેકાબુ બન્યો છે. ત્યારે ગ્રામ્ય પથંકમાં પણ કોરોના સંક્રમણ ફેલાતું અટકે તે માટે હવે નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે. જેમાં ટંકારાના હમીરપર ગ્રામ પંચાયત દ્વારા નિયમો લાગુ કરવામાં આવ્યા છે..

હમીરપર ગામની આજુબાજુના ગામોમાં કોરોનાનું સંક્રમણ વધતા તમામ ગામના ગ્રામજનો એ માસ્ક ફરજિયાત પહેરવુ સોશિઅલ ડિસ્ટન્સ જાળવવુ તેમજ કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળવુ તેમજ ગરમ પાણી તથા ઉકાળાનું સેવન કરવું તેમજ ભીળ ભાળવાળી જગ્યાએ ન જવું, તથા ચાર વ્યક્તિઓએ ભેગા ન થવુ, આ તમામ સુચનાઓનુ પાલન કરવું . ઠંડા પીણા,ચાની લારી, કરીયાણાની દુકાનો તથા મોબાઇલ કે કોઈપણ જાતની એજન્સી સૌનો સમય સવારે ૦૬ થી બપોરના ૦૨ સુધી ખુલી રાખવા તથા બહાર ગામના ફેરીયા એ ગામમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે. તેમ હમીરપર ગ્રામ પંચાયતના સંરપંચ બાબુભાઇ રાયાણીની યાદીમાં જણાવાયું હતું.

Related Articles

Total Website visit

1,502,051

TRENDING NOW