મોરબીના વિરાટનગર ગામ પાસે આવેલ એન્ટીકા સિરામિક કારખાને આવેલ કેન્ટીનમાં પાણીની બોટલ બાબતે બોલાચાલી બાદ વિફરેલા ટ્રક ચાલકે વેપારી ઉપર ધોકા વડે હુમલો કર્યો હોવાની મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ દર્પણ સોસાયટી શિવમ પેલેસ બ્લોક નં. ૫૦૨માં રહેતા વેપારી જીતેન્દ્રભાઇ હરજીવનભાઇ કુંડારીયા (ઉ.વ.42)એ આરોપી ટ્રક નં.GJ-04-FOR T- 7817ના ડ્રાઈવર મહેશભાઇ સામે ફરિયાદ નોંધાવી છે કે, ગઈકાલે તા.4ના રોજ વિરાટનગર ગામ પાસે આવેલ એન્ટીકા સિરામિક કારખાને આરોપી સાહેદ મહેશભાઇ હોથી સાથે કારખાનાની કેન્ટીનમા પાણીની બોટલ મામલે બોલાચાલી કરતા ફરીયાદી વચ્ચે પડતા આરોપીના હાથમા રહેલ લાકડાનો ધોકો આડેધડ ફેરવાતા ફરીયાદીને માથાના ભાગે મારી દેતા માથાના ભાગે ઇજા કરી હતી. આ બનાવની અંગે જીતેન્દ્રભાઈ કુંડારીયાએ આરોપી ટ્રક ડ્રાઇવર મહેશભાઈ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરીયાદ પરથી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.