
મોરબીના સામાકાંઠે વિસ્તારમાં માળીયા વનાળીયામાં રહેતી પરણીતા યુવતીએ ઝેરી દવા પી જતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં માળીયા વનાળીયામાં રહેતી સવિતાબેન સુનિલભાઈ ચાવડા (ઉ.વ.28)એ ગઇકાલે પોતાના ઘરે ઝેરી દવા પી જતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યારે સવિતાબેનનો લગ્નગાળો પાંચ વર્ષનો હોવાનું જણાયું છે. આ બનાવ અંગે ડીવાયએસપી રાધિકા ભારાઇ વધુ તપાસ ચલાવી રહ્યા છે.