ભગવાન અને કુદરત રાજી હોય તો આજના આધુનિક યુગમાં મોટી ઉંમરે પણ સંતાન પ્રાપ્તિ થઈ શકે છે
કચ્છ: આજના વૈજ્ઞાનિક ટેક્નોલોજીના યુગમાં નિઃસંતાન દંપતી માટે હવે નિરાશ થવાની જરૂર નથી કચ્છના ભુજની એક ગાયનેક હોસ્પિટલના ડો.નરેશ ભાનુશાલીએ એક 70 વર્ષની મહિલા જીવુંબેન રબારી અને 75 વર્ષના પતિ વાલભાઈ રબારીના લગ્નને 45 વર્ષથી વધુ સમય વીતી જતા બધી રીતે સુખી હતા પણ શેર માટીની ખોટ હતી ની: સંતાન દંપતી ચાર દાયકાથી રાહ જોઈ રહ્યા હતા કે, ભગવાન એક દિવસ અમારી આશા પુરી કરશે પણ સમય બહુ વીતી જતા અંતે આ બુજર્ગ દંપતીએ ભુજની એક ખાનગી હોસ્પિટલના ગાયનેક ડો.નરેશ ભાનુશાલીનો સંપર્ક કર્યો હતો. મોટી ઉમર થઈ જતા આ દંપતીને હવે બાળક રહેવું શક્ય ના હોવાનું તબીબે સલાહ આપી હતી. પણ આ અભણ દંપતી હિંમત હાર્યા વગર ડોક્ટર અને ભગવાન ઉપર પૂરો ભરોસો રાખી વૈજ્ઞાનિક ટેકનોલોજી એવા ટેસ્ટ ટ્યુબ દ્વારા કોરાનાની મહામારી વચ્ચે જીવુંબેન રબારીએ ટીટમેન્ટ શરૂ કરી હતી.
આ ટીટમેન્ટના અંતે જીવુંબેન રબારીએ પુત્રને જન્મ આપતા બુજર્ગ દંપતીના પરિવારમાં ખુશી વ્યાપી ગઈ હતી. 45 વર્ષના લગ્ન જીવનમાં ટેસ્ટ ટ્યુબની ટેકનોલોજીથી પહેલી ટ્રાયએ બાળક રહી ગયું હતું. રાપર તાલુકાના મોમાંય મોરા ગામની નજીક મોરા ગામમાં રબારી સમાજમાં આ સમાચાર સાંભળી કુદરત અને વૈજ્ઞાનિક ટેકનોલોજી ઉપર વિશ્વાસનો પાર રહ્યો ના હતો. 75 વર્ષના માલધારી વાલાભાઈ રબારી પોતે આ ઉંમરે પિતા બનતા પ્રભુ અને ડોક્ટરનો આભાર માન્યો હતો, તો પુત્રની માતા જીવુંબેન રબારીના ચહેરા ઉપર આ ઉંમરે ભગવાને શેર માટીની ખોટ પુરી કરતા પોતાના બાળકનું નામ પણ “લાલો ” નાખી દીધું હતું. ભુજની ખાનગી હોસ્પિટલ ના ડોક્ટર પાસે આજથી ઘણા વર્ષો પછી આવા મોટી ઉપરના દંપતીને ત્યાં ટેસ્ટ ટ્યુબથી બાળક રહેતા તમામ ટીમની મહેનત રંગ આવી હતી.
ભુજના સ્ત્રી રોગ ડો.નરેશ ભાનુશાલીએ આ બુજર્ગ મહિલાને આ ઉંમરે બાળકને જન્મ આપવો આવા કિસ્સા બહુ ઓછા જોવા મળતા હોય છે. દંપતીને આ ઉંમરે બાળક રહેવું શક્ય નથી એવું ચોખ્ખું કહેવા છતાંય એમને ભગવાન અને ડોક્ટર ઉપર પૂરો ભરોસો હોવાથી સફળતા મળતા સમગ્ર ટીમ અભિનંદનને પાત્ર છે. ડો. ભાનુશાલીએ આવા અનેક નિ:સંતાન દંપતી છે. એમને કયું હતું કે, લગ્ન પછી અમુક વર્ષો જવા પછી પણ બાળકના રહે તો ખોટો સમયના વેડફી તાત્કાલિક સારવાર ડોકટર પાસે લઈ લેવી જોઈએ આ બુજર્ગ મહિલાની ડિલિવરી સીજીરીનથી બાળક જન્મ થયો હતો.