29 જાન્યુઆરી ????
દરેક યુવાનો પોતાની કારકિર્દી સફળ બનાવવાના સપનાઓ સાથે ખૂબ જ ઉર્જા અને સ્ફૂર્તિની સાથે અલગ -અલગ ક્ષેત્રમાં મહેનત અને પ્રયત્ન કરતા હોય છે. કોઈક ધંધામાં ,કોઈ કલા ક્ષેત્રમાં, કોઈક રમત ક્ષેત્રમાં, તો કેટલાક યુવાનો સરકારી નોકરી મેળવી પોતાનું અને પરિવારનું ભવિષ્ય સુરક્ષિત કરવા ઈચ્છતા હોય છે અને સાથે દેશની સેવા કરવાનો પણ આશય હોય છે. યુવાનો પોતાની જવાની પોતાના ભવિષ્ય પાછળ ખર્ચતા હોય છે ત્યારે તેમને શું મળે છે?? સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લીક થઈ જવા?
આપણે બધાએ ન્યૂઝ પેપર, ન્યૂઝ ચેનલમાં જોયું કે, ગયા રવિવારે 29 જાન્યુઆરી જે મહેનતુ યુવાનો માટે એક નિષ્ફળ પુરવાર થયો. આપણા માટે એ એક પરીક્ષા અને એક રવિવાર હતો. જ્યારે તેમાં એક્ઝામ આપતા ઉમેદવારો માટે નહીં. આશરે નવ લાખની આસપાસ ઉમેદવારો આ પરીક્ષા માટે સજજ હતા. તેમાંથી માત્ર ૧૦ %ટકા લોકોએ જ મહેનત કરી હશે એમ માનીને ચાલીએ તો એ લોકોની મહેનતનું શું???
આ વર્ષે જ પેપર ફૂટ્યું એવી પ્રથમ ઘટના નથી, પરંતુ 2014 થી 2021 સુધીમાં પણ ઘણી બધી પરીક્ષાઓના પેપર ફોડીને મહેનતુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવ્યા છે. આની માટે જવાબદાર કોણ છે?” એ પ્રશ્ન વિચારવા લાયક બની રહે છે” પર્સનલ કોચિંગ ક્લાસના સંચાલકો, પરીક્ષા સેન્ટરના કેન્દ્ર નિયામક ,સરકારી તંત્ર, શિક્ષણ પંચ વગેરે- વગેરે આમાંથી કોણ કેટલું જવાબદાર છે એ નક્કી કરવું એ મહત્વનું તો છે ,પરંતુ જ્યારે જ્યારે આવી ઘટના બને છે ત્યારે ત્યારે ધરપકડ થનાર વ્યક્તિ કે જે મુખ્ય કડી છે પેપર ફોડવામાં તેને છોડી દેવામાં આવે છે આની માટે કોણ જવાબદાર છે? જો દેશનું અર્થતંત્ર મજબૂત બને ,વિકાસ થાય, એક મહાસત્તા બને એવું સપનું હોય તો એ પૂરું કરનાર આજના યુવાનો જ છે .તેના ભવિષ્ય સાથે ચેડાં ન થવા જોઈએ ,નહિતર તેઓ નિરાશ થઈ, હિંમત હારી દેશના વિકાસમાં ફાળો નહીં આપે અને પોતાના ટેલેન્ટને બહારના દેશોમાં લઈ જશે. એવી સ્થિતિ ન ઉદ્ભવે તે માટે તેઓને ન્યાય મળવો જોઈએ. તેઓને ફ્રીમાં મુસાફરી કરી આપી, પરંતુ તો વિદ્યાર્થીઓની મહેનતની કિંમત માત્ર ₹100 કે ₹200 જ છે???
” વિદ્યાર્થીઓની મનોદશા તંત્રની બેદરકારી
લેખિકા – મિતલ બગથરીયા