હળવદના વરિષ્ઠ પત્રકાર અને ખુબજ લોક પ્રિય હળવદ બ્રેકિંગ ન્યૂઝ ચેનલના મેહુલભાઈ ભરવાડનો આજ રોજ જન્મદિવસ છે. ત્યારે હળવદના લોકો જેમના ન્યૂઝની રાહ જોઈને બેઠા હોય અને મેહુલ ભાઈ એક આગવી પ્રતિભા ધરાવનાર પત્રકાર છે કે, જેઓ હળવદ તેમજ તાલુકાના તમામ ગામડાના લોકોના જે પ્રશ્નો હોય છે જે માંગણી હોય છે. તેને મેહુલભાઈ વાચા આપે છે. અને લોક પ્રશ્નોને સરકાર સુધી પહોચાડવા પુરેપુરી મહેનત કરે છે.
કોઈ પણ નાના મોટા સમાચાર હોય જેની મેહુલભાઈને જાણ હોય છે. અને સતત લોક સંપર્કમાં રહી લોકોના પ્રશ્નોને વાચા આપે છે. અને નિરાકરણ લાવવા પણ મદદરૂપ થાય છે. જ્યારે આવા વરિષ્ઠ પત્રકારનો જન્મદિવસ હોય ત્યારે વોઇસ ઓફ મોરબી ન્યૂઝ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવે છે. આ તકે આજ રોજ હળવદની જનતા પણ તેમના જન્મદિવસ નિમિતે શુભેચ્છાઓનો વરસાદ કરી રહી છે. વોઇસ ઓફ મોરબી ન્યૂઝ તરફ થી મેહુલભાઈ આપને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા..