Saturday, April 19, 2025

13 એપ્રિલથી જમીન સંવર્ધન અને સંરક્ષણ હેતુ રાષ્ટ્રવ્યાપી જન અભિયાન

Advertisement
Advertisement
Advertisement

13 એપ્રિલથી જમીન સંવર્ધન અને સંરક્ષણ હેતુ રાષ્ટ્રવ્યાપી જન અભિયાન માહિતી આપતા અખીલ ભારતીય માર્ગદર્શક મંડળનાં સદસ્ય તેમજ સેોરાષ્ટ્ર પ્રાંત ગ્રામીણ વિકાસનાં પ્રમુખ મનોજભાઈ સોલંકી આજરોજ વિશેષ માહિતી આપતા જણાવ્યું હતુ કે, જમીન સંરક્ષણ અને સંવર્ધન માટેનાં રાષ્ટ્રીય સ્તરના એક જન અભિયાનનો પ્રારંભ ચૈત્ર શુકલ પ્રતિપદાના પાવન અવસર પર ૧૩ એપ્રિલ ર૦ર૧ ના રોજ થશે. આ અભિયાનને કૃષિ અને પર્યાવરણના ક્ષેત્રમાં કાર્યરત સંસ્થાઓ દવારા સંકલ્પીત કરવામાં આવેલ છે. અભિયાનનો મુખ્ય ધ્યેય, ભારતીય કૃષિ ચિંતન, જમીન સંરક્ષણ અને સંવર્ધનની સંકલ્પનાઓને ખેતિના ક્ષેત્રમાં પુન:સ્થાપિત કરવાનો છે.

આ અભિયાનમાં મુખ્યત્વે જમીન સંવર્ધન હેતુ જનજાગરણ ઉપરાંત ભારતીય કૃષિ ચિંતન અને જમીન સંવર્ધનને પ્રોત્સાહન આપવા સંબંધિત કાર્યક્રમો કરવામાં આવશે. અભિયાનનાં પ્રથમ ચરણનો સમયગાળો ત્રણ મહિના એટલે કે અષાઢ શુકલ પૂર્ણિમા 24 જૂલાઈ 2021 સુધી રહેશે.
આધુનિક ખેતિમાં જમીનનું સ્થાન માત્ર એક આર્થિક સ્ત્રોત છે. પરીણામ સ્વરૂપે આ આધુનિક સમયગાળા દરમ્યાન આપણે જમીનનું સતત શોષણ કર્યું છે. જમીનમાંથી કાઢી લીધેલ પોષક તત્વોમાંથી બહુ ઓછા તત્વો પરત જમીનમાં રોપેલ છે. વર્તમાન સમયમાં આપણા દેશમાં 16.40 લાખ હેકટર જમીન કુપોષિત છે. જે આપણા કુલ ભેોગોલિક ક્ષોત્રનાં 30% છે.

ભારતનાં અનેક ખેડૂતોનાં અનુભવ કહે છે કે ખેતિમાં ખર્ચની માત્રા સતત વધી રહેલ છે અને જમીનની ઉપજક્ષમતા ઘટી રહી છે. જમીનની પાણી ધારણ કરવાની ક્ષમતા અને પાણીનું સ્તર મોટાભાગની જગ્યાએ ધટી રહેલ છે. કુપોષિત જમીનને કારણે માનવી પણ અનેક રોગોનો શિકાર થઈ રહેલ છે. આધુનિક ખેતિના વિતેલ વર્ષોમાં જમીન સંવર્ધનની સંકલ્પના પ્રત્યે આંખ આડા કાન કરેલ છે.
ભારતીય કૃષિ ચિંતન તેમજ તેમાં જણાવેલ જમીન સંવર્ધન ની પરીકલ્પનાને ફરી પ્રસ્થાપિત કરવાનો અત્યારે યોગ્ય સમય છે. જમીન સંવર્ધન તથા સંરક્ષણ માટેનું રાષ્ટ્રીય સ્તરનું જન અભિયાન આ દિશામાં ઉઠાવાયેલ પ્રથમ પગલું છે. ભારતિય કૃષિ ચિંતનમાં જમીનને ”ધરતીમાતા” થી સંબંધિત કરાયેલ છે. આપણા પ્રાચિન ગ્રંથોમાં આના ઉદાહરણ સરળતાથી મળે છે. અથર્વવેદમાં કહેવાયેલ છે કે માતા ભૂમિ પુત્રો અહં પૃથવીયા. જેનો ભાવાર્થ છે કે જમીન આપણી માતા છે અને આપણે તેના પુત્રો, કહેવાનો મતલબ એ છે કે જમીનના પોષણની વ્યવસ્થા કરવી એ આપણુ કર્તવ્ય છે.

આ જનઅભિયાન છેલ્લા ચાર વર્ષોના કરાઈ રહેલ વ્યાપક ચર્ચા વિચારણાનું પરિણામ છે. ખેડૂતો સાથે, કૃષિ વૈજ્ઞાનિકો સાથેની પરામર્શ બેઠકો, કૃષિ વિષયક અનુભવોનાં લેખનની કાર્યશાળાઓ, ખેડૂતોનાં હિત માટે તથા ખેતિના ક્ષેત્રમાં કાર્યાન્વિત સંસ્થાઓ સાથે પરામર્શ, વર્ષ 2018 માં જમીન સંવર્ધનની રાષ્ટ્રીય કોન્ફરન્સ વિગેરે થકી આ જન અભિયાન સંકલ્પિત કરવામાં આવેલ છે. વર્તમાનમાં આ જન અભિયાન સંકલ્પિત કરવામાં આવેલ છે. વર્તમાનમાં આ જન અભિયાનનાં સંચાલનની જવાબદારી ૩૩ સંસ્થાઓએ મળીને ઉપાડેલ છે/લીધેલ છે. જમીન સંવર્ધન અને સંરક્ષણ અર્થેના રાષ્ટ્રીય જન અભિયાનનો પ્રારંભ ”ભૂમિ પૂજન” વિધિ થી થશે. આ વિધિવત ભૂમિ પૂજન સમગ્ર રાષ્ટ્રમાં, રાજયોમાં, જીલ્લાઓમાં, ગામોમાં તેમજ નગરોમાં કરવામાં આવશે. આ બધી જગ્યાઓ પર વિધિવત ભૂમિ પૂજન ચૈત્ર શુકલ પ્રતિપદા ના પાવન અવસર પર, 13 એપ્રિલ 2021 નાં રોજ થશે. આપણી જમીનનું સંવર્ધન કરવું એ માત્ર ખેડૂતોની જવાબદારી નથી.

આ જન અભિયાનની મુખ્ય સંકલ્પના એ છે કે, જમીન સંવર્ધન અને સંરક્ષણ એ આપણે બધા ભારતીયો ની સામૂહિક જવાબદારી છે, આથી આ જન અભિયાન ગામોમાં અને નગરોમાં પણ કાર્યાન્વિત થશે. અભિયાનના પ્રથમ ચરણમાં જમીન સંવર્ધનને પ્રત્યક્ષ સાકાર કરવાવાળા ખેડૂતોને સન્માનિત કરવા, જમીન સંવર્ધનની વિવિધ પધ્ધતિઓના પ્રયોગો આયોજીત કરવા, જે ખેડૂતો આ દિશામાં આગળ વધવા માંગે છે તેમને પ્રોત્સાહિત કરવા, નગરક્ષોત્રમાં વિવિધ હાઉસીંગ કોલોનીઓમાં જૈવિક-અજૈવિક કચરાને અલગ રાખવા તેમજ કોલોની ના જૈવિક કચરામાંથી જૈવિક ખાતર બનાવવું વિગેરે ગતિવિધિઓનું આયોજન કરવામાં આવશે. જમીન સંવર્ધન અને સંરક્ષણ હેતુંના રાષ્ટ્રીય સ્તરનાં જન અભિયાનના સંચાલન માટે ન્યુ દિલ્હીમાં કાર્યાલયની સ્થાપના કરવામાં આવેલ છે. અભિયાનનો દિશા નિર્દેશ હેતુ એક રાષ્ટ્રીય સ્તરનું માર્ગદર્શન મંડળ તેમજ સંચાલન સમિતિનું મંડળ બનાવવામાં આવેલ છે. ભારતનું માર્ગદર્શન મંડળ છે.

જેમા આચાર્ય બાલકૃષ્ણજી, જગ્ગી વાસુદેવજી, કમલેશ પટેલ દા જી, સ્વામી અદશ્ય કાસિધ્ધેશ્વરજી, ડો. ચિન્મય પંડયાજી તથા સંચાલન સમિતિમાં જયરામભાઈ પટીદાર જી રાષ્ટ્રીય સંયોજક-મધ્યપ્રદેશ, સુભાષ શર્મા-રાષ્ટ્રીય સહ સંયોજક-મહારાષ્ટ્ર, રામકૃષ્ણ રાજૂ- રાષ્ટ્રીય સહ સંયોજક – આંધ્રપ્રદેશ, શ્રી વિશ્વજીત જયાણી – રાષ્ટ્રીય સહ સંયોજક – પંજાબ, સંજીવ કુમાર રાષ્ટ્રીય સહ સંયોજક – ઉતરપ્રદેશ, રચના કરવામાં આવેલ છે. તથા સેોરાષ્ટ્ર પ્રાંતનાં સંયોજક તરીકે મેઘજીભાઈ હિરાણી, સહ સંયોજક કિશોરભાઈ ડાંગર, સદસ્ય ગોવિંદભાઈ ટીંબડીયા, દીલીપભાઈ રાડીયા, મનસુખભચાઈ ચોપડા, ડો. કુમનભાઈ ખુંટ, મનસુખભાઈ કૈલા, વાલજીભાઈ આહિર, લક્ષ્મણભાઈ પંડયા, સુખદેવભાઈ વણોલ-કઠાડા અને વિજયભાઈ રાબડીયા જયારે સેોરાષ્ટ્ર માર્ગદર્શક મંડળ તરીકે મુકતાનંદ બાપુ-બ્રહમાનંદ ધામ ચાપરડા, દેવપ્રસાદજી મહારાજ આદણાબાવા સેવા સંસ્થા જામનગર, સ્વામી દેવચરણદાસજી સ્વામીનારાયણ મંદીર ભૂજ, ત્રિકમદાસ મહારાજ મહંત સચ્ચિદાનંદ મંદીર અંજાર, સીતારામ બાપુ મહંત શિવકુંજ આશ્રમ મોટાગોપનાથ ભાવનગર, પૂજનીય સ્વામીશ્રી આરૂણિ ભગત અક્ષર મંદિર ગોંડલ, ડો. વલ્લભભાઈ કથીરયા – પૂર્વ ચેરમેન કામધેનુ આયોગ રાજકોટ, મનોજભાઈ પી. સોલંકી અધ્યક્ષા અક્ષાય કૃષિ પરિવાર માધાપર-કચ્છ, વિઠલભાઈ દુધાત્રા પ્રદેશ પ્રમુખ ભારતીય કીશાન સંઘ ખંભાળીયા, વેલજીભાઈ ભૂંડીયા માધાપર કચ્છ, ડો. બાલકૃષ્ણ જોષી નિવૃત પ્રાધ્યાપક જુનાગઢ, માલદેભાઈ આહીર ઉપલેટા ની સમિતિ બનાવવામાં આવેલ છે. એવા ખેડૂતો સામેલ છે કે જેઓ ભારતિય કૃષિ ચિંતન અને જમીન સંવર્ધનની સંકલ્પના ને પ્રત્યક્ષારૂપે જમીન ઉપર સાકાર કરી રહેલ છે. પ્ર. ગુણાકર ૯૭૧૯૪૦૧૧૩૧૧, ૯૩૧૯૪૦૧૧૩૧, bhumi.suposhan@gmail.com, ભૂમિ અને સંરક્ષણ હેતુનું રાષ્ટ્રીય સ્તરનું જન અભિયાન કાર્યાલય, પ્રથમ માળ, બી.ડી. ૩૭, શેરી નં ૧૪, ફૈઝ રોડ, કરોલ બાગ, ન્યુ દિલ્હી – ૧૧૦૦૦૪

વધુ જાણકારી હેતુ :-
સંપર્ક વ્યકિત
મેઘજીભાઈ હીરાણી, સેોરાષ્ટ્ર પ્રાંત ગેો સેવા પ્રમુખ
મો. નંબર ૯૪ર૮૦૮૧૧૭પ

Related Articles

Total Website visit

1,502,076

TRENDING NOW