ઝાલાવાડ ના પનોતાપુત્ર બાબુભાઈ રાણપુરા બાબલ દયાળુ ની પુણ્યતિથિ નિમિતે 11મો સાહિત્ય સાધના એવોર્ડ ચારણ મહાત્મા પુ ઈશરદાસજી બારહટ વિચરિત હરિરસ સ્વાધ્યાય સભા સુરેન્દ્રનગર ના મોભી શ્રી અચલદાન બોક્ષા ને અર્પણ કરવામા આવ્યો. આજીવન હરિરસ ની સાધના કરનાર શ્રી અચલદાન બોક્ષા ની હરિરસ સ્વાધ્યાય સભા ની વિશેષ પ્રવૃતિ ને ધ્યાનમાં રાખીને શ્રી બાબુ રાણપુરા એવોર્ડ અપાયો. પુર્વ નાણાંમંત્રી શ્રી બાબુ મેઘજી શાહ તથા પુર્વ ધારાસભ્ય શ્રી ધનરાજ કૈલા ના હસ્તે કરવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમ ગત પરગટ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે મોરબી ચારણ મહાસભા ના અધ્યક્ષ ડૉ. કિશોરદાન ગઢવી , અગ્રણી શ્રી પ્રફુલભાઈ બારહટ તથા કિરીટભાઈ બારહટ, દિપકદાન ગઢવી, જયેન્દ્રભાઈ સહિતના તથા ઝાલાવાડ ચારણ સમાજ અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા.