10 એપ્રિલ 1870: સરદાર સિંહ રાણાના જન્મદિવસ, જેઓ એસ.આર.રાણા તરીકે પણ જાણીતા હતા. એક ભારતીય કાર્યકર, પેરિસ ઇન્ડિયન સોસાયટીના સ્થાપક સભ્ય અને ઇન્ડીયન હોમ રૂલ સોસાયટીના ઉપપ્રમુખ હતા.
આજે સરદારસિંહ રાણાની 151મી જન્મજંયતિ નીમીત્તે એમણે કરેલા કાર્યો ને આપણે સૌ એક વાર જરુર વાંચીયે..
સરદારસિંહ રાણા :- એક એવા ક્રાંતિકારી માર્તંડ કે જેણે ભારતીય આઝાદીની લડત મા અનેક જ્વાળામૂખી જેવા ક્રાંતિકારી ઓનું નિર્માણ કર્યું ,આ લડતમાં સશસ્ત્ર ક્રાંતિની શરૂઆત કરી, આઝાદીના યજ્ઞ કુંડ મા એ સમયમાં તન,મન, ધનથી આહૂતી આપી કે જેનો કોઈ હિસાબ નથી, જેમણે વર્તમાન સમય માં દરેક વ્યક્તિ એ જાણવા આવશ્યક છે પરંતુ દુર્ભાગ્યશ એમણે કરેલા કાર્યોની માહીતી આપડા સુધી પહોંચી નથી (કારણ કોઈ પણ હોઈ શકે પરંતુ આપડે એમા પડવું નથી..),,જો કે સરદાર સિંહે પોતે ક્યારે પણ નામ માટે આ કામ કર્યું નથી અને ક્યારે પણ એવી આશા નથી રાખી કે મારા કરેલા કાર્યો લોકો સુધી પોહચે .. નહીતર જે વ્યક્તિ એ રવિન્દ્રનાથ ટાગોરની “શાંતિનીકેતન” અને પંડીત મદન મોહન માલવિયાજી ને “બનારસ હિન્દુ યુનિવર્સિટી” સ્થાપવા મા સિંહફાળો હોય એ પોતાનું એક મેમોરિયલ ન બનાવી શકે?? પરંતુ એમણે એ નોહતુ કરવા નું ..
10 એપ્રિલ 1870, સુરેન્દ્રનગરના કંથારિયા ગામના રાજપૂત પરિવારમાં રામનવમીની પાવન તીથીએ એમના જન્મ સાથે જાણે ભારતમાં સ્વતંત્રાની કિરણો સાથે એક સુર્યનો ઉદય થયો, લોહીમાં રાજપુતિ ગુણ પ્રમાણે કોઈ નો પણ અન્યાય સહન ન કરવાનો ગુણ (પછી તે એ વખતની વિશ્વની મહાસત્તા અંગ્રેજ સરકાર જ કેમ ન હોય) સ્વાભાવિક પણે તેમનામાં બાળપણ થી જ હતો. એમની 151મી જન્મ જંયતી નિમિત્તે એમણે કરેલા અનેક કાર્યોમાં મના અમુક કાર્યો વિશે ખૂબ જ ટૂકમાં માહીતી આપવા ઇચ્છુ છું..
રાજકોટની આલફ્રેડ હાઈસ્કૂલમાં ગાંધીજી અને સરદાર સિંહ રાણા બન્ને સહાધ્યાયી હતા. ગાંધીજી તેમને સદુભા કહીને સંબોધતા હતા. ત્યારે કોને ખબર હતી કે આ બન્નેમાંથી એક અહિંસક ક્રાંતિની લહેર બનશે તો એક સશસ્તરક્રાંતિનો જ્વાળામુખી !!!..
ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ માટે પૂના અને મુંબઈ ગયા, જ્યા લોકમાન્ય ટીળક, સુરેન્દ્રનાથ બેનર્જી વગેરે સાથે સંપર્કમાં આવ્યા. ત્યાર બાદ લંડન બેરીસ્ટરની ડીગ્રી માટે જવાનું થયું ત્યાં મેડમ ભિખાયજી કામા અને શ્યામજી કૃષ્ણવર્માનો સંપર્ક થયો અને ઈ.સ.1900માં રાણાજીએ સશસ્ત્ર ક્રાંતિનો શંખ ફૂંક્યો..
એમણે મળી ને “ઇન્ડિયા હાઉસ” ની સ્થાપના કરી, ત્યારે સરદારસિંહ હિરા ના ખૂબ જ મોટા વેપારી બની ગયા હોવાથી આ લડતમાં ધનની પૂર્તી કરવાનું મોટા ભાગનું કામ એમના શિરે હતું, તેઓ એ સમયના મિલયોનર હતા પરંતુ જે કમાતા એ બધુ ભારતના ક્રાંતિકારીઓને બોમ્બ અને પિસ્તોલ પહોંચાડવા અને આઝાદી માટેના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રયાસોમાં ખરચી નાંખતા.
અંગત જીવનની વાત કરીયે તો સરદાર સિંહની ક્રાંતિકારી પ્રવૃર્તીના ભયથી અંગ્રેજોએ તેમને આજીવન દેશ નિકાલો આપ્યો હતો. તેથી તેમણે ફ્રાંસથી આઝાદીથી લડત લડવાનું નક્કી કર્યું. ત્યારે તેમના ધર્મ પત્ની સોનબાએ તેમને પત્ર લખી કહ્યું કે, ત્યાં તમે બીજા લગ્ન કરી લેજો. તેથી તેમણે ત્યાં એક જર્મન મહિલા રુસી (જેમનો આગળ જતા ભારત મા બોમ્બ બનાવવાની થીયરી પહોંચાડવામાં મોટો ફાળો છે) સાથે લગ્ન કર્યા પરંતુ એ લગ્નમાં શરત એ હતી કે “આપણાથી કોઇ બાળક નહી હોય”
અંગ્રેજોના ઘરમાં એટલે કે લંડન ખાતે “ઈન્ડિયન સોશાલિસ્ટ” નામનું છાપું શરુ કર્યું. જેના તંત્રી પદે શ્યામજી કૃષ્ણવર્મા હતા. ભારત મા ભારતીય પ્રજા પર અંગ્રેજી હુકુમતનો જુલ્મ,અન્યાય અને બર્બરતા વિશે અંગ્રેજ સરકાર વિરુદ્ધ આગ ઝરતા લેખો છાપવાની શરુઆત કરી.
તે ભારતીયોને શિક્ષા માટે શિષ્યવૃત્તિ આપતા (જેમના નામ મહારાણાપ્રતાપ શિષ્ય વૃતિ, શિવાજી શિષ્યવૃતિ વગેરે હતા) પણ આ શિષ્ય વૃતિ માટે ની શરત એટલી કે તેમને અંગ્રેજો ની નોકરી નહી કરવાની. લીમડી સ્ટેટ એ તેમના કીશોરાવસ્થા મા દત્તક લેવા ની ઇચ્છા વ્યક્ત કરેલી પરંતુ તેમણે ના પાડેલી. મદન લાલ ઢીંગરાએ કર્નલ વાઈલીની હત્યા કરી હતી એ બંદૂક રાણાજીની હતી. વિર સાવરકર પણ તેમની શિષ્યવૃત્તિમાંથી ભણેલા
આ ઊપરાંત આઝાદ ભારતની પ્રથમ સંસદમાં એવા 60%-70% સાંસદો હતા જે તેમની શિષ્ય વૃતિ થી ભણેલા હતા.એ સિવાયના પણ વિવિધ ક્ષેત્રોમાં એવા ઘણા લોકો હતા જે તેમની શિષ્યવૃત્તિમાંથી ભણ્યા હોય
તે સમયના આંતર્રાષ્ટ્રીય રાજનીતિમાં પણ એમનો ખૂબ દબદબો હતો. પછી તે વિશ્વયુદ્ધ દરમિયાનનો સમયગાળો હોય કે આંતરરાષ્ટ્રીય પરિબળોને ભારતની આઝાદી તરફ મોડવાનો પ્રયાસ હોય. આ ઊપરાંત સુભાષચંદ્ર બોઝની હીટલર સાથેની પ્રથમ મુલાકાત અને સુભષબાબુનું રેડીયો પરથી ભારતને સંબોધનની તમામ વ્યવસ્થા સરદારસિંહ એ જ કરેલી (તે બન્ને નો પત્ર વ્યવહાર ઘણો લાંબો અને ગોપનીય છે જે ગોપનીય જ રાખવા મા આવશે)
કલાપી અને રવિન્દ્રનાથ ટાગોર પણ પોતા ની વિવિધ કૃતિઓ પ્રથમ તેમને પત્ર દ્વારા મોકલતા અને તેમનું મંતવ્ય જાણવા તત્પર રેહતા.
ઈગ્લેન્ડે ફ્રાંન્સ પર દબાણ કર્યુ કે સરદાર સિંહ અમને સોંપી દો પરંતુ ફ્રાંસે તેમને સોંપવા ની ના પાડી અને પરંતુ વિશ્વયુદ્ધ નો સમય હતો અંતે ફ્રાન્સે નમતું જોખી વચ્ચે નો રસ્તો કાઢી તેમને 6 મહીના ત્યાં ના એક ટાપુ પર નઝર કેદ કરેલા પછી મુક્ત કરેલ..
પેરિસ મા એફીલટાવર ની ખૂબ જ નજીક માં એમનો આલીશાન બંગલો હતો. જે સામાન્ય રીતે હરરોજ ભારત થી આવતા ક્રાંતિકારી ઓ ના મેળાવડા થી ભરેલો રેહતો.લાલાલજપતરાય એ ત્યાં 6 વર્ષ રોકાઈ ને પોતાનું પુસ્તક “અનહેપી ઈન્ડીયા “ લખ્યું હતું
સરદાર સિંહે સેનાપતિ બાપાટ અને ઈન્દુલાલ યાજ્ઞિકને બોમ્બ બનાવવાના મેન્યુઅલ સિખવા રશિયા મોકલેલા અને આ મેન્યુઅલ ભારતમાં સૌ પ્રથમ વાર હીરા ઝવેરાતના દાગીના વિટી ભારત પહોંચાડેલું ..
નેહરુની માતાને જ્યારે પેરીસ હોસ્પીટલ સારવાર માટે લાવેલા ત્યારે તેનો તમામ ખર્ચ અને બીજી વ્યવસ્થા સરદારસિંહે કરેલી..
તેઓ “હોમરુલ સોસાયટી” ના વાઇસચેરમેન હતા.
“ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ” સમાચાર પત્રની શરુઆત તેમણે અને શ્યામજી કૃષ્ણવર્મા એ કરી હતી..
ફ્રાંસ સરકારે તેમને ફ્રાંન્સ ના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘શેવાલિયર’ (જેમ ભારતમાં ‘ભારત રત્ન’ છે તેમ) થી સન્માનીત કરેલા..
સાવરકર નું પુસ્તક ‘વોર ઓફ ઇન્ડિપેન્ડેન્સ-1875’ જેના પર અંગ્રેજોએ ભારતમા પાંબંદી નાંખેલી તે મહા મુશ્કેલીથી લંડનમાં જ છપાવ્યું. અને વિતરણ કરાવ્યુ.
ઈ.સ. 1907માં જર્મન ના સ્ટુટગાર્ડ શહેરમાં યોજાયેલી “આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ” મેડમકામા અને સરદાર સિંહ રાણાએ ભારત નો પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવેલો જે આજે પણ તેમના પ્રપોત્ર “રાજેન્દ્રસિંહજી રાણા” ના નિવાસ સ્થાને રાષ્ટ્રીય ધરોહરના રુપમાં ભાવનગર ખાતે હયાત છે.
1947માં જ્યારે ભારત આઝાદ થયું ત્યારે તત્કાલીન વડાપ્રધાન નેહરૂ એ તેમને લેવા માટે ચાર્ટર મોકલેલું.
રાણાજીએ પોતાની લાઇબ્રેરીના હજારો પુસ્તકો સાર્બોનયુનિવર્સીટી અને શાંતિનીકેતન ને ભેટ સ્વરુપ આપ્યા.
જ્યારે સરદાર સિંહ ભારત આવ્યા અને તે સભાખંડ મા પહોચ્યા જ્યા ગાંધીજી બેઠા હતા. અને ત્યારે ગાંધીજીનું વર્ષોથી એ નિયમ કે અઠવાડીયાના એ વારે તેઓ મૌન વ્રત પાળતા પરંતુ સરદાર સિંહને જોય ને તેઓ એ આ નિયમ તોડી “આવો સદુભા” એમ કહીં ઊભા થઈ એમને ભેટી ગયા હતા..
20 મે 1957 વેરાવળના સમુદ્ર કિનારે અંતિમ શ્વાસ લિધા અને સશસ્ત્રક્રાંતિના એ સુર્યનો અસ્ત થયો.
આમ, કાંઇ પણ મેળવવાની આશા વગર તેમનુ સમગ્રજીવન સમગ્ર સંપતી અને પોતાનુ સર્વસ્વ દેશને સમર્પિત કરી. પોતાનું જીવન સાર્થક કર્યું
તેમના જીવન સમગ્રની માહીતી, તમામ ક્રાંતિકારીઓ ઊપરાંત તે સમયની વિવિધ ક્ષેત્રોની મહાન વિભૂતિઓ સાથેનો તેમનો અમુક પત્રવ્યવહાર અને ફોટોસ sardarsinhrana.com વેબસાઈટ પર છે. જેનું ઉદ્દઘાટન અમદાવાદ ખાતે RSSના સરસંઘચાલક મોહન ભાગવતજી એ કરેલું
આવિ મહાન નામી અનામી પુણ્યાત્માઓના પ્રયાસથી આપણને આ અમૂલ્ય આઝાદી મળી છે. તો આવા મહાન ક્રાંતિકારીને ફરી-ફરી યાદ કરી ઈતીહાસ મને ફરી એકવાર તાજો કરીએ.